Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૨૦-પ-ર૦૧૯ સોમવાર
વૈશાખ વદ-ર,
વિંછુડો-ર૬-ર૯ સુધી,
સૂર્યોદય-૬-૦૭, સૂર્યાસ્ત-૭-૧૯
જૈન નવકારશી-૬-પપ
ચંદ્ર રાશિ-વૃશ્ચિક (ન,ય)
ર૬-ર૯થી ધન (ભ,ધ,ફ,ભ)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૭થી અમૃત-૭-૪૬ સુધી, ૯-રપ થી શુભ-૧૧-૦પ, ૧૪-ર૩થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦૪૮ સુધી, ર૩-ર૩ થી લાભ-૦૪૪ સુધી,
શુભ હોરા
૬-૦૭ થી ૭-૧૩ સુધી,
૮-૧૯ થી ૯-રપ સુધી,
૧૧-૩૮થી ૧૪-પ૬ સુધી,
૧૬-૦ર થી ૧૭-૦૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો શનિ કેન્દ્રમાં હોય તો આવી વ્યકિતને લોખંડ મશીનરી કે કોઇ ઉત્પાદન ક્ષેત્રે સફળતા મલવાની વધુ શકયતા હોય છે. આવી વ્યકિતઓના સગાઇ લગ્નના કાર્યમાં અવરોધો પણ આવી શકે છે. આવી વ્યકિતઓને રાજકીય રીતે સારો લાભ મલી શકે છે ખૂબજ મહેનતુ હોય છે. થોડા કરકસર વાળા પણ હોય શકે છે. જોકે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જન્મના બીજા ગ્રહોની સ્થિતિને પણ ધ્યાનમાં લેવી જોઇએ. શનિ કયાં નક્ષત્રમાં છે તે બાબત પણ ખૂબજ મહત્વની છે. રોજ હનુમાનજીના દર્શન કરવા અને રોજ પક્ષીને ચણ પણ નાખવું થઇ શકે તો શનિવારના વ્રત કરવું લાભદાયક રહે છે.