Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૯-૯-ર૦૧૯, ગુરૂવાર ભાદરવા વદ-પ
પાંચમનું શ્રાદ્ધ,
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-મેષ
મંગળ-સિંહ
બુધ-કન્યા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩પ
સૂર્યાસ્ત-૬-૪૭,
જૈન નવકારશી-૭-૨૩
ચંદ્રરાશિ-મેષ (અ,લ,ઇ)
૧પ-૧૧ થી વૃષભ (બ,વ,ઉ)
નક્ષત્ર-ભરણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૬ થી શુભ-૮-૦૭ સુધી, ૧૧-૧૦ થી ચલ-લાભ-અમૃત-૧પ-૪૪ સુધી, ૧૭-૧પ થી શુભ-અમૃત-ચલ-ર૧-૪૯ સુધી,
શુભ હોરા
૬-૩૬ થી ૭-૩૭ સુધી, ૯-૩૮થી ૧ર-૪૧ સુધી, ૧૩-૪ર થી ૧૪-૪૩ સુધી, ૧૬-૪૪ થી ૧૯-૪પ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલી એ દરેક વ્યકિતના જીવનનો અરીસો છે. જન્મ કુંડલી ઉપરથી વ્યકિતનું વ્યકિતત્વ કેવું હશે અને રહેશે તે જાણી શકાય છે. જો કે ખૂબજ સારા જાણકાર જયોતિષની મર્યાદા હોય છે કે ફળાદેશ વધુમાં વધુ ૪૦ કે પ૦ ટકા સુધી થઇ શકે છે. હું પણ જો એમ કહું કે મારૂ ફળાદેશ ૧૦૦ ટકા હોય છે તો પણ વાંચકોને જણાવવાનું કે આવું ન માનતા કારણ કે ઘણુ બધુ ઇશ્વરે તેમના હાથમાં રાખેલ છે. ઇશ્વર પણ જો મનુષ્ય દેહ ધારણ કરે તો તેમને પણ ગ્રહોની અસરો થાય છે. તે તો બધા જાણે છે. તેવી જ રીતે જયોતિષોને પણ ગ્રહોની અસરો થતી હોય છે. ંપૂણ્યનું બળ હોય તો ખરાબ અસરો ઓછી થઇ જાય છે તેવી જ રીતે ડોકટરોને પણ તબીયત નરમ ગરમ થઇ શકે છે. ટુંકમાં માનવદેહ જેમણે પણ ધારણ કરેલ હોય તે દરેક જીવોને ગ્રહોની અસરો થતી જ હોય છે.