Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૯-૭-ર૦૧૮ ગુરૂવાર
અષાઢ સુદ-૭,ભદ્રા-૧૩-૩૬થી રપ-રર, અઠ્ઠાઇ પ્રારંભ (જૈન) દિવસ ૧૩-૩૯ સુધી શુભ
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કન્યા
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૪
સૂર્યાસ્ત-૭-૩૧,
જૈન નવકારશી-૭-૦ર
ચંદ્ર રાશિ-કન્યા (પ,ઠ,ણ)
૧૯-પ૮ થી તુલા (ર,ત)
નક્ષત્ર-હસ્ત
કાર્યોનો શુભ સમય
૬-૧પથી ૭-પ૪ સુધી, ૧૧-૧૪ થી ચલ-લાભ-અમૃત-૧૬-૧૩ સુધી, ૧૭-પ૩ થી શુભ-અમૃત-ચલ-રર-૧૩ સુધી,
શુભ હોરા
૬-૧પ થી ૭-ર૧ સુધી, ૯-૩૪થી ૧ર-પ૩ સુધી, ૧૪-૦૦થી ૧પ-૦૬ સુધી, ૧૭-૧૯થી ર૦-ર૬ સુધી
બ્રહ્માંડના સિતારા
સામાન્ય રીતે શનિશ્રાહુ વાળી વ્યકિતને એવું સમજાવવામાં આવે છે કે તેઓ થાપીત યોગમાં જન્મેલા છે અને જેને લઇને જીવનમાં કદાપી પ્રગતિ નહીં થાય અને પછી તેને જુદી જુદી વીધી કરાવીને આર્કિ રીતે નુકશાન કરવામાં આવે છે. એક ધનવાન વેપારીની કુંડલીમાં વૃશ્ચિક લગ્ન છે અને લગ્નમાં શનિ-રાહુ સાથે છે. શેર બજાર અને કોમોડિટી જેવી કામકાજમાં બાહોશ છે અને સમાજમાં વેપારી વર્ગમાં તેની સારી નામના છે. અહીં ચંદ્ર મંગળનો લક્ષ્મીયોગ પણ બને છે. જોકે આવી વ્યકિતઓ તેમના જીવનમાં સતત કાર્યભાર હેઠળ જીવન જીવે છે. બીજા ગ્રહો પણ બળવાન છે. ટુંકમાં કોઇ પણ એક ગ્રહો ઉપરથી ફળ કથન બાબત કોઇ નિર્ણયો ન લેવા રોજ હનુમાનજીના દર્શન કરવા.