Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૯-૬-ર૦૧૯ બુધવાર
જેઠ વદ-ર
ભદ્રા-ર૮-૧૮થી
રાજયોગ-૧૩-૩૦ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-ધન
મંગળ-મિથુન
બુધ-મિથુન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્ત-૭-૩૧
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ-ધન (ભ,ફ,ધ,ઢ)
ર૦-૦૧થી મકર (ખ,જ)
નક્ષત્ર-પૂર્વાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦પ થી લાભ-અમૃત-૯-ર૭ સુધી, ૧૧-૦૮થી શુભ-૧ર-૪૮ સુધી, ૧૬-૧૦થી ચલ-લાભ-૧૯-૩ર સુધી, ર૦-પ૧થી શુભ-અમૃત-ચલ-૦-૪૯ સુધી
શુભ હોરા
૬-૦પ થી ૮-૧૯ સુધી, ૯-ર૭થી ૧૦-૩૪ સુધી, ૧ર-૪૮થી ૧૬-૧૦ સુધી, ૧૭-૧૮થી ૧૮-રપ સુધી
બ્રહ્માંડના સિતારા
અહીં આપણો મહાન વિજ્ઞાનિક આઇન્સ્ટાઇનના ગ્રહો વિશે થોડી ચર્ચા કરીશું. આવા યોગમાં જન્મેલા લોકો જિનિયસ હોય છે. જેને મેઘાવી પ્રતિભાશાળી વ્યકિતત્વ કહી શકાય. હવે મારા વર્ષોના અનુભવો એ તે એવું પણ જોયું છે કે એક સરખા ગ્રહો છતા એક વ્યકિત ખૂબજ ઇમાનદાર મહેનતુ અને બુદ્ધિશાળી હોય છે તો તેવા જ ગ્રહો ધરાવતી અબીજી વ્યકિત સાવ આળસુ અને નકામી હોય શકે જેથી જયોતિષમાં સિદ્ધાંતોને આધારે ફળ કથન કરવાથી મોટી ગેર સમજો થઇ શકે છે જેથી પોતાની વર્ષોના અનુભવની અને કુદરતી ગોડ ગીફટનો ઉપયોગ કરવાથી ફળકથન નજીક જઇ શકાય છે તેમાં મહાદશાને પણ ધ્યાનમાં લેવી જોઇએ (ક્રમશ)