Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૯-પ-ર૦૧૯ રવિવાર
વૈશાખ વદ-૧, વિંછુડો,
નારદ જયંતિ, ઇષ્ટિ,
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-મિથુનં
બુધ-વૃષભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૭,
સૂર્યાસ્ત-૭-૧૯
જૈન નવકારશી-૬-પપ
ચંદ્ર રાશિ-વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૪૬થી ચલ-લાભ-અમૃત-૧ર-૪૪ સુધી, ૧૪-ર૩થી શુભ-૧૬-૦ર સુધી, ૧૯-ર૦થી શુભ-અમૃત-ચલ-ર૩-ર૩ સુધી,
શુભ હોરા
૭-૧૩ થી ૧૦-૩ર સુધી, ૧૧-૩૮થી ૧ર-૪૪ સુધી ૧૪-પ૬થી ૧૮-૧૪ સુધી, ૧૯-ર૦થી ર૦-૧૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
રિલાયન્સ ગ્રુપના સ્થાપક ધીરૂભાઇ અંબાણીની જન્મકુંડલીમાં ધન રાશિનો સૂર્ય બીરાજમાન છે. ધન રાશિના સૂર્યમાં જન્મેલી વ્યકિત ખૂબજ મહેનતુ હોય છે. જોકે અહીં મારે ખાસ કહેવાનું કે કોઇપણ એક ગ્રહને ધ્યાનમાં લઇને કોઇ જ નિર્ણયો ન લેવા. અહીં ફળાદેશમાં જે વ્યકિત જન્માક્ષર જોવાનું કામ કરે છે તેની સીકસ સેન્સ કેવી છે તે પણ તેટલુ જ મહત્વનું છે. સીકસ સેન્સનો મતબલ કે ઇશ્વરની કૃપા અહીં એક વાતનું ધ્યાન રાખજો કે જયોતિષોનું માર્ગદર્શન તરીકેનું જજમેન્ટ હોય છે. જયોતિષોને પણ ગ્રહો નડતા હોય છે આવા ચમત્કાર જે તે વ્યકિતએ પોતેજ કરવાનો હોય છે જેથી અંધ શ્રદ્ધામાં ન જ પડવું. સૂર્ય નમસ્કાર રોજ કરવા.