Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૯-૩-ર૦૧૯,મંગળવાર
ફાગણ સુદ-૧૩,
છગાઉની યાત્રા (જૈન)
રવિયોગ પ્રારંભ ૧૯-૦પ,
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-સિંહ
મંગળ-મેષ
બુધ-કુંભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૪
સૂર્યાસ્ત-૬-પપ,
જૈન નવકારશી-૭-૪ર
ચંદ્ર રાશિ-સિંહ (મ,ટ),
નક્ષત્ર-મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-પપથી ચલ-લાભ-અમૃત-૧૪-ર૬ સુધી, ૧પ-પ૬થી શુભ-૧૭-ર૬ સુધી, ર૦-ર૬થી લાભ-ર૧-પ૬ સુધી, ર૩-રપ થી શુભ-અમૃત-ર-ર૪ સુધી
શુભ હોરા
૮-પ૪થી ૧ ૧-પપ સુધી, ૧ર-પપ થી ૧૩-પ૬ સુધી, ૧પ-પ૬ થી ૧૮-પ૭ સુધી, ૧૯-પ૬થી ર૦-પ૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો પાંચમુ સ્થાન બળવાન હોય તો આવી વ્યકિતઓ જીવનમાં સંઘર્ષ કરીને આગળ વધે છે. અભ્યાસ દરમ્યાન ખૂબજ સંઘર્ષ કરેલ હોય છે. અભ્યાસમાં ખૂબજ હોંશીયાર હોય છે પણ આર્થિક મુશ્કેલીનો સામનો રહે છે, પણ ઉતરોતર ખૂબજ પ્રગતિ કરે છે. જો જન્મ કુંડલીમાં ગુરૂની દૃષ્ટિ પાંચમા સ્થાન ઉપર હોય તો સામાન્ય કોલેજમાં કે સ્કૂલમાં અભ્યાસ કરેલ હોય છતાં ખૂબજ નામના મેળવે છે. માતા-પિતાનો અભ્યાસ ખૂબજ ઓછો હોવા છતાં આવા ગ્રહો વાળા સંતાનો ખૂબજ અભ્યાસ કરે છે તેને કોઇ ટયુશનની જરૂર નથી રહેતી અહીં ઉંમર વર્ષ ૩૦ પછી ભાગ્યોદયની તક ઉભી થાય છ. રોજ હનુમાનજીના દર્શન કરવા સૂર્ય નમસ્કાર કરવા પક્ષીને ચણ રોજ નાખવું.