Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૯-૧-ર૦૧૯,શનિવાર
પોષ સુદ-૧૩,સ્થિર યોગ ૧૦-૩૧થી સૂર્યોદય રવિયોગ-પ્રારંભ ૧૦-૩૧, શનિનો ઉદય પૂર્વમાં
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મિથુન
મંગળ-મીન
બુધ-ધન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦
સૂર્યાસ્ત-૬-ર૪
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ-મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર-મૃગશીર્ષ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-પરથી શુભ-૧૦-૧૪ સુધી, ૧ર-પ૮થી ચલ-લાભ-અમૃત-૧૭-૦૪ સુધી, ૧૮-ર૬થી લાભ-ર૦-૦૪ સુધી ર૧-૪ર થી શુભ-અમૃત-ચલ-ર-૩૬ સુધી
શુભ હોરા
૭-૩૦થી ૯-૧૯ સુધી, ૧૧-૦૯થી ૧૩-પ૩ સુધી, ૧૪-૪૭થી ૧પ-૪ર સુધી, ૧૭-૩૧થી ર૦-૩૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
નારદ પુરાણ-પરાશરે-વરાહમિહિર જેવા આચાર્યોએ આવા ગ્રંથોમાં જયોતિષ શાસ્ત્ર બાબત ઘણી બધુ જાણકારી અને કયાં ગ્રહોથી બનતા યોગોની યાદી બનાવી છે તે યાદીમાં રોજ કંઇ ને કંઇ નવું ઉમેરાતું જાય છે. જન્મકુંડલીમાં રાજયોગ થતો હોય તો આવી વ્યકિતને ખૂબજ માન-સન્માન મલે છે. રાજા સમાન કે તેનાથી પણ વધારે વૈભવશાળી જીવન જીવે છે. ઓછા મહેનતે રાજ સતા ભોગવે છે. આર્થિક લાભો મેળવે છે. જેમ કે પ્રધાનો રાજ સતા ભોગવે છે અને તેની સાથે આર્થિક લાભ પણ મેળવે છે. કોર્પોરેશનથી માંડીને સાંસદ સભ્યો તે ઉપરાંત સરકારી નોકરી કરતી કે કોઇ ટ્રસ્ટ કે સંસ્થામાં ઉચ્ચ પદના અધિકારીઓની જન્મકુંડલીમાં રાજયોગ બનેલ હોય છે. તેઓ પોતાના અંગત પૈસાનો ખર્ચ કર્યા વગર રાજયોગથી વિશેષ સુખ વૈભવશાળી જીવન જીવે છે જે તેઓના ગ્રહનો પ્રભાવ કહી શકાય.