Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૧૮-૧૦-ર૦ર૧ સોમવાર
આસો સુદ-૧૩
પંચક - બુધ માર્ગી
ગુરૂ માર્ગી ૧૦-રપ થી
રવિયોગ પ્રારંભ ૧૦-પ૦
સૂર્યોદય ૬-૪પ થી સૂર્યાસ્‍ત ૬-૧૯
જૈન નવકારશી ૭-૩૩
ચંદ્ર રાશિ મીન (દ. ચ. ઝ. થ.)
નક્ષત્ર - પૂર્વા ભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧૮-૦૯ થી અભિજીત ૧ર-પપ સુધી
૬-૪પ થી અમૃત ૮-૧ર સુધી
૯-૩૯ થી શુભ ૧૧-૦પ સુધી
૧૩-પ૮ થી ચલ-લાભ-અમૃત-ચલ-૧૯-પર સુધી રર-પ૯
થી લાભ ર૪-૩ર સુધી
શુભ હોરા
૬-૪પ થી ૭-૪૩ સુધી ૮-૪૧ થી
૯-૩૯ સુધી ૧૧-૩૪ થી ૧૪-ર૭ સુધી ૧પ-રપ થી ૧૬-ર૩ સુધી
બ્રહ્માંડના સીતારા
સગાઇ લગ્ન બાબત જયારે વિલંબ થતો હોય તો સામાન્‍ય જાણકારો એવુ કહે છે કે શુક્ર નબળો છે. એટલે શુક્રની વિધી કરાવવી પડશે પણ ખરેખર સગાઇમાં વિલંબ થવાના કારણો કોઇ બીજા જ હોય છે. ઘણી વખત શુક્ર તુલા રાશિનો હોવા છતાં પણ લગ્ન મોડા થાય છે. તેવી જ રીતે શુક્ર વૃષભ હોય તો પણ લગ્ન મોડા થાય છે. તુલા રાશિના શુક્ર અને વૃષભ રાશિનો શુક્ર સ્‍વગૃહી એટલે બળવાન કહેવાય છે છતાં પણ આવા લોકોના લગ્ન મોડા થાય છે અથવા લગ્ન જીવનમાં તનાવ કે તકલીફ રહે છે. જેથી સંપૂર્ણ રીતે ગૃહોની જાણકારી મેળવવી અને પછી જ કોઇ નિર્ણયો લેવા શકય એટલી લોકોને મદદ કરવી. સૂર્ય નમસ્‍કાર રોજ કરવા.