Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૮-૧૦-ર૦૧૯,ગુરૂવાર
આસો વદ-૪, રોહિણી, સૂર્ય તુલામાં, સંક્રાંતિ પૂણ્ય કાળ સૂર્યોદયથી મદવાહન,
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-વૃષભ
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪પ,
સૂર્યાસ્ત-૬-૧૯,
જૈન નવકારશી-૭-૩૩
ચંદ્રરાશિ- વૃષભ (બ,વ,ઉ)
ર૯-ર૩ થી મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર-રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪પ થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૬ સુધી, ૧ર-૩ર થી શુભ-૧૩-પ૯ સુધી, ૧૬-પર થી ચલ-૧૮-૧૯ સુધી, ર૧-ર૬ થી લાભ-રર-પ૯ સુધી,
શુભ હોરા
૬-૪પ થી ૯-૩૯ સુધી, ૧૦-૩૭થી ૧૧-૩૪ સુધી, ૧૩-૩૦થી ૧૬-ર૪ સુધી, ૧૭-ર૧ થી ૧૮-૧૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
અહીં ઘણા લોકો અંધ શ્રદ્ધામાં ડુબી જાય છે. દોરા ધાગામાં કે પથ્થરો પહેરવામાં સમય અને નાણાનો વ્યય કરે છે. લોકો પોતે જ બાબાઓ ઉભા કરે છે ઘણી વ્યકિતઓ એવી મે જોયેલ છે કે તે તેમના મા બાપને કદી પગે નથી લાગેલી હોતી પણ આવા કહેવાતા બાબાઓના પગમાં પડી જાય છે. તંત્રી લેખોમાં ઘણી વખત આવા બાબાઓ કે ઢોંગી સાધુ-સાધ્વીઓ લોકોને છેતરવામાં બહુજ બાહોસ હોય છે અને આવી વ્યકિત પોતે માતાજી છે કે હનુમાનજી છે કે વેતાલ છે તેવી વાતો કરીને લોકોને મૂર્ખ બનાવે છે. લોકો કેવી રીતે મૂર્ખ બનેલ છે તેઓ મને જયારે વાત કહે છે ત્યારે હું પણ વિચારમાં પડી જાવ છું. કયારેક વાંચકોને આ બાબત જણાવી શકે કેવી રીતે મૂર્ખ બની શકાય છે કે બનાવી શકાય છે.