Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૮-૭-ર૦૧૮ બુધવાર
અષાઢ સુદ-૬,કસુંબા છઠ્ઠ-દિવસ શુભ, વિવસ્ત સપ્તમી,
રવિયોગ ૮-ર૦ સુધી,
કુમાર યોગ-૮-ર૦થી ૧૪-૩૮ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કન્યા
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૪
સૂર્યાસ્ત-૭-૩૧,
જૈન નવકારશી-૭-૦ર
ચંદ્ર રાશિ-કન્યા (પ,ઠ,ણ)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્ગુન
કાર્યોનો શુભ સમય
૬-૧૪ થીલાભ-અમૃત-૯-૩૪ સુધી, ૧૧-૧૪ થી શુભ-૧ર-પ૩ સુધી, ૧૬-૧૩થી ચલ-લાભ-૧૯-૩૩ સુધી, રર-૧૩થી અમૃત-ચલ-૦-પ૪ સુધી,
શુભ હોરા
૬-૧૪થી ૮-ર૭ સુધી, ૯-૩૪થી ૧૦-૪૦ સુધી,૧ર-પ૩થી ૧૬-૧૩ સુધી, ૧૭-૧૯થી ૧૮-ર૬ સુધી
બ્રહ્માંડના સિતારા
અંધશ્રદ્ધાના ઘણા દાખલાઓ તો બહાર નથી પડતા હમણા થોડા વખત પહેલા દિલ્હીના એકજ પરિવારે આત્મ હત્યા કરી કે તેઓની હત્યા થઇ કંપારી છુટી જાય તેવો બનાવ બનેલ. ટૂંકમાં ધર્મ પ્રત્યે પણ સમજદારી કેળવવી જોઇએ. જયારે જન્મનો સૂર્ય અને લગ્નનો માલીક આઠમેથી પસાર થતો હોય કે પછી બારમા સ્થાનને અસર કર્તા હોય તેવો સમય ખૂબજ કપરો હોય છે. આ સમય દરમ્યાન કોઇ જોખમો ન લેવા ઉધારી કે કર્જ ન લેવું અને નેગેટીવ વિચારો બીલકુલ ન કરવા-ગ્રહ નડતર-દોરાધાગા જેવી વસ્તુથી દૂર રહેવું-રોજ સૂર્ય નમસ્કાર કરવા-પક્ષીને રોજ ચણ નાખવું. ઘરમાં સવાર સાંજ ધૂપદીપ કરવા ઓમ નમઃ શિવાયના જાપ કરવા.