Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૮-ર-ર૦૨૦,મંગળવાર
મહાવદ-૧૦,
સ્વામી દયાનંદ સરસ્વતી જયંતિ, સંત જલારામ બાપા પૂ.તિથિ વિરપુર, ભદ્રા-૧૪-૩૩ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-ધન
મંગળ-ધન
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મીન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૮,
સૂર્યાસ્ત-૬-૪૩,
જૈન નવકારશી-૮-૦૬
ચંદ્રરાશિ- ધન (ભ,ફ,ધ,ઢ.)
નક્ષત્ર-મૂળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧૦-૧૦થી ચલ-લાભ-અમૃત-૧૪-ર૭ સુધી, ૧પ-પ૩ થી શુભ-૧૭-૧૯ સુધી, ર૦-૧૯થી લાભ-ર૧-પ૩ સુધી, ર૩-ર૭ થી શુભ-અમૃત--ર-૩પ સુધી,

શુભ હોરા
૯-૧૩ થી ૧ર-૦૪ સુધી,
૧૩-૦૧ થી ૧૩-પ૮ સુધી,
૧પ-પ૩ થી ૧૮-૪૪ સુધી,
૧૯-૪૭ થી ર૦-પ૦ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ લગ્નમાં ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે જે અનુરાધા નક્ષત્રમાં છે. ખૂબજ બુદ્ધિજીવીથી કહી શકાય સારી નોકરી અને મીલ્કત છે પણ હું આને બુદ્ધિજીવી ન કહી શકું કારણ કે ખૂબજ લોભી પ્રકૃતિ છે જે વ્યકિત બુદ્ધિશાળી હોય તે વ્યકિતનો વહેવાર પણ સારો હોવો જોઇએ આમાં જોકે જન્મની બીજા બધા ગ્રહોને ધ્યાનમાં લેવા જ જોઇએ ફકત એક ગ્રહ ઉપરથી કોઇ નિર્ણય ન જ લેતા અહીં ભાગ્ય સ્થાનનો માલીક વ્યય સ્થાનને કનેકશન આવે છે જેને લઇને આવી વ્યકિતઓ પોતાના પૈસાનો પોતે ઉપયોગ નથી કરી શકતા-લગ્ન થી થતાં ફકત પોતાની બેલન્સ રોજ ગણતા હોય છે અને વીધી વિધાનમાં સમય બગાડે છે.