Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૭-૧૨-ર૦૧૯,મંગળવાર
માગસર વદ-૬
ધર્નારક, ગુરૂ પશ્ચિમમાં અસ્ત, રાજયોગ-રપ-૩૧થી
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-સિંહ
મંગળ-તુલા
બુધ-વૃશ્ચક
ગુરૂ-ધન
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૧,
સૂર્યાસ્ત-૬-૦૪,
જૈન નવકારશી-૮-૦૯
ચંદ્રરાશિ- સિંહ (મ,ટ)
નક્ષત્ર-મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧૦-૦ર થી ચલ-લાભ-અમૃત-૧૪-૦૪ સુધી, ૧પ-ર૪ થી શુભ-૧૬-૪પ સુધી, ૧૯-૪પ થી લાભ-ર૧-ર૪ સુધી, ર૩-૦૪ થી શુભ-અમૃત-ચલ-૪-૦ર સુધી
શુભ હોરા
૯-૦૮ થી ૧૧-૪૯ સુધી, ૧ર-૪૩ થી ૧૩-૩૭ સુધી, ૧પ-ર૪ થી ૧૮-૦પ સુધી, ૧૯-૧ર થી ર૦-૧૮ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં ચંદ્રનું ખૂબજ મહત્વ રહેલ છે તેની સાથે સાથે જન્મના ચંદ્રને કયાં ગ્રહોનું કનેકશન મલે છે તે પણ ખૂબજ મહત્વનું છે. ચંદ્રની સાથે રાહુનું કનેકશન વ્યકિતને ખૂબજ મહત્વકાક્ષા તરફ લઇ જાય છે. આવી વ્યકિતઓ પૈસા મેળવવા કોઇપણ રસ્તો અપનાવે તેવી શકયતાઓ હોય છે. અહીં આવી વ્યકિતસ્વાર્થી પણ હોય છે અને ઉદાર પણ હોય છે. ભૌતિક સુખનો લગાવ વધુ જોવા મલે છે. આવી વ્યકિતઓ કયારેક દેશદ્રોહી પણ જોવા મલે છે જોકે અહીં કોઇ એક ગ્રહને લઇને ફળાદેશ કરવું અનુકુળ નથી રહેવાનું જેથી જન્મના બધા જ ગ્રહોને પણ ધ્યાનમાં લેવાતા નથી જેથી સચોટ ફળાદેશ થઇ શકે છતાં ચંદ્ર રાહુની ઉપર લખેલ અસરો થોડે ઘણે અંશે તો ચોક્કસ હોઇ શકે છે.