Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૭-૧૧-ર૦૧૯,રવિવાર
કારતક વદ-પ,
સંક્રાંતિ પુષ્ય રર-પ૯થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મિથુન
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૦,
સૂર્યાસ્ત-૬-૦ર,
જૈન નવકારશી-૭-૪૮
ચંદ્રરાશિ- મિથુન (ક,છ,ઘ)
૧૭-૦૪ થી કર્ક (ડ,હ)
નક્ષત્ર-પુનર્વસ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-ર૪ થી ચલ-લાભ-અમૃત-૧ર-૩ર સુધી, ૧૩-પપ થી શુભ-૧પ-૧૭ સુધી, ૧૮-૦૩ થી શુભ-અમૃત-ચલ-રર-પપ સુધી,
શુભ હોરા
૭-પ૬ થી ૧૦-૪ર સુધી, ૧૧-૩૭થી ૧ર-૩ર સુધી, ૧૪-રર થી ૧૭-૦૭ સુધી, ૧૮-૦૩ થી ૧૯-૦૭ સુધી
બ્રહ્માંડના સિતારા
સગાઇ લગ્ન એ જીવનના ખૂબજ મહત્વના નિર્ણયો કંઇ શકાય જો અનુકુળતા વાળી વ્યકિત સાથે લગ્ન થાય તો જીવનમાં સ્વર્ગ જેવું સુખ મલે દરેક બાબતોમાં પ્રગતિ જોવા મલે અને જો કોઇ એવી વ્યકિત સાથે લગ્ન થઇ જાય તો જીવન તકલીફો વાળુ, કે બરબાદ પણ થઇ શકે છે. જન્મકુંડલીમાં પાંચમુ સ્થાન અને સાતમુ સ્થાન ખૂબજ મહત્વના રહેલ છે. અહીં ચંદ્રની સાથે રાહુ હોય કે બુધ પણ જો ચંદ્ર રાહુ કે કેતુ સાથે હોય તો આવી વ્યકિતઓનો સ્વભાવ ખૂબજ વિચિત્ર હોય શકે જો ગુરૂની દૃષ્ટિ હોય તો ફળાદેશમાં પરિવર્તન થઇ શકે છે જેથી નિર્ણયો બાબત કોઇ ઉતાવળ ન કરવી.