Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્‍વીસન-ર૦૧૮
તા.૧૭-૧૧-ર૦૧૮ શનિવાર
કારતક સુદ-૯,પંચક,
સ્‍થિર યોગ સૂર્યોદયથી ૧૧-પપ, રવિયોગ અહોરાત્ર
આજના ગ્રહો
સૂર્ય-વૃヘકિ
ચંદ્ર-કુંભ
મંગળ-કુંભ
બુધ-વૃヘકિ
ગુરૂ-વૃヘકિ
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૭-૦૦
સૂર્યાસ્‍ત-૬-૦ર
જૈન નવકારશી-૭-૪૪
ચંદ્ર રાશિ- કુંભ (ગ,સ)
નક્ષત્ર-શતતારા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-ર૪ થી શુભ-૯-૪૭ સુધી,
૧ર-૩ર થી ચલ-લાભ-અમૃત-
૧૬-૪૦ સુધી, ૧૮-૦ર થી લાભ-૧૯-૪૦ સુધી, ર૧-૧૭થી શુભ-અમૃત-૦-૩ર
શુભ હોરા
૭-પ૭થી ૮-પર સુધી, ૧૦-૪રથી ૧૩-ર૭ સુધી, ૧૪-રર થી ૧પ-૧૭ સુધી, ૧૭-૦૭થી ર૦-૧ર સુધી
જ્જ બ્રહ્માંડના સિતારા : -
આર્થિક સદ્ધરતા આ યુગમાં ખૂબજ જરૂરી છે.સતયુગમાં આર્થિક બાબતોની જરૂર હતી પણ કળયુગમાં આર્થિક બાબતોને પ્રાધાન્‍ય અપાય છે. જન્‍મકુંડલીમાં ધનેશ પંચમેશ અને ભાગ્‍યેશને આર્થિક બાબતો માટે ધ્‍યાનમાં લેવા જોઇએ. જોકે અહીં લગ્નેશનું ખૂબજ મહત્‍વ રહેલ છે. કારણ કે લગ્નેશ ઉપરથી વ્‍યકિતનું વ્‍યકિતત્‍વ અને તન્‍દુરસ્‍તી પણ જીવનમાં ખૂબજ જરૂરી રહે છે. તન્‍દુરસ્‍ત શરીરમાં તન્‍દુરસ્‍ત દિમાગ હોય છે અને તન્‍દુરસ્‍ત નિર્ણયો પણ આર્થિક બાબતોને માટે મહત્‍વના રહેલ છે. બીજો ભાવ જે આર્થિક બાબતોનો નિર્દેશ કરે છે. તેવી જ રીતે બીજુ સંપ હશે અને પરિવારના સભ્‍યોનો સાથ સહકાર રહેતો હશે તો આવી વ્‍યકિતઓ નાણાકીય રીતે વધુ આવક ઉભી કરી શકે છે અને તેનો સદઉપયોગ પણ કરે છે.