Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૭-૬-ર૦૧૮ રવિવાર
બીજો જેઠ સુદ-૪, વિનાયક ચતુર્થી,
રવિયોગ ૬-રર સુધી,
ભદ્રા-૧૧-૪૧ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કર્ક
મંગળ-મકર
બુધ-મિથુન
ગુરૂ-તુલા
શુક્ર-કર્ક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્ત-૭-૩૦
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ-કર્ક (ડ,હ)
ર૮-ર૧ થી સિંહ (મ,ટ)
નક્ષત્ર-પૃષ્ય
કાર્યોનો શુભ સમય
૭-૪થી ચલ-લાભ-અમૃત-૧ર-૪૮ સુધી, ૧૪-ર૯થી શુભ-૧૬-૧૦ સુધી, ૧૯-૩ર થી શુભ-અમૃત-ચલ-ર૩-૪૮ સુધી,
શુભ હોરા
૭-૧ર થી ૧૦-૩૩ સુધી, ૧૧-૪૧ થી ૧ર-૪૮ સુધી, ૧પ-૦૩ થી ૧૮-રપ સુધી, ૧૯-૩રથી ર૦-રપ સુધી
બ્રહ્માંડના સિતારા
મેળાપક બંને પક્ષે કરાવેલ હોય અને સગાઇ લગ્ન થઇ શકે તેમ છે તેવી લીલી ઝંડી મલી જાય અને સગાઇ લગ્ન થઇ જાય પછી થોડા સમયમાં ગેર સમજો ઉભી થાય છે. સંયુકત કુટુંબમાં રહેતા યુવકે-માતા પિતા તથા તેની પત્નીને પણ સાચવવાની જવાબદારી નિભાવવી પડે છે. જો યુવકનો બૌદ્ધિકતાનો સ્તર સારો હોય તો લગ્ન જીવનમાં કોઇ સમસ્યા રહેતી નથી કારણ કે તે તેના માબાપથી સારી રીતે પરિચિત હોય છે. ઉપરાંત પરિવારના ભાઇ બહેનો નજીકના કાકા ભાયની વગેરે વ્યકિતઓ પણ લગ્નજીવનને સરળ બનાવવામાં કે લગ્ન જીવનને તકલીફોમાં મૂકવામાં સારો ભાગ ભજવી શકે છે-સગાઇ લગ્ન વખતે કંઇ મહાદશા ચાલે છે તે પણ ખાસ જોવી જોઇએ.