Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૭-પ-ર૦૧૯ શુક્રવાર
વૈશાખ સુદ-૧૩
ચૌદશનો ક્ષય છે નૃસિંહ જયંતિ, વ્યતિપાત ૧૭-૩૭ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-તુલા
મંગળ-મિથુનં
બુધ-મેષ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૮,
સૂર્યાસ્ત-૭-૧૮
જૈન નવકારશી-૬-પ૬
ચંદ્ર રાશિ-તુલા (ર,ત)
નક્ષત્ર-સ્વાતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૮થી ચલ-લાભ-અમૃત-૧૧-૦પ સુધી, ૧ર-૪૯થી શુભ-૧૪-ર૩ સુધી, ૧૭-૪૧ થી ચલ-૧૯-ર૦ સુધી, રર-૦ર થી લાભ ર૩-ર૩ સુધી,
શુભ હોરા
૬-૦૮ થી ૯-ર૬ સુધી, ૧૦-૩ર થી ૧૧-૩૮ સુધી, ૧૩-પ૦ થી ૧૭-૦૮ સુધી, ૧૮-૧૪ થી ૧૯-ર૦ સુધી
બ્રહ્માંડના સિતારા
રતન તાતાની જન્મકુંડલીમાં જન્મના ચંદ્રથી બીજો રાહુને લઇને જીવનમાં ખૂબજ સંઘર્ષ રહેલ પણ જન્મનો ચંદ્ર તુલા રાશિનો હોય દરેક પ્રશ્નોમાં સમાધાનકારી વલણ પરોપકાર-સેવાભાવી-ઇશ્વર તત્વ ધરાવતા હોય ગ્રહોની સામે તેઓને રક્ષણ મળેલ છે. દરેક તુલા રાશિવાળા સમાધાન કારી હોય છે તેવું પણ ન માનવું કારણ કે ઘણા તુલા રાશિવાળા ભયંકર સ્વાર્થવૃતિ વાળા હોય છે અને પોતાનો સ્વાર્થ ધ્યાનમાં રાખીને પછી જ આગળ વધે છે. અહીં જન્મના ચંદ્રથી સૂર્ય કયાં સ્થાનમાં છે તે પણ ખાસ જોવું જોઇએ જેથી ફળાદેશ બાબત ખૂબજ સમજદારી કેળવવી જોઇએ. મહાદશાને પણ ધ્યાનમાં લેવી જોઇએ.