Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૬-૧ર-ર૦ર૦ બુધવાર
માગસર સુદ-ર, ચંદ્રદર્શન , રાજયોગ-ર૦-૦૪ સુધી, વ્યતિપાત-૩૦-૩પથી
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-ધન
મંગળ-મીન
બુધ-વૃશ્ચિક
ગુરૂ-મકર
શુક્ર-વૃશ્ચિક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૦,
સૂર્યાસ્ત-૬-૦ ૪,
જૈન નવકારશી-૮-૦૮
ચંદ્ર રાશિ-ધન (ભ.ફ.ધ.ઢ.)
રપ-૪૯થી મકર (ખ.જ.)
નક્ષત્ર-પૂર્વાષાઢ,
દિવસ-સામાન્ય
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૧થી લાભ-અમૃત-૧૦-૦ર સુધી, ૧૧-રરથી શુભ-૧ર-૪૩ સુધી, ૧પ-ર૪થી ચલ-લાભ-૧૮-૦પ સુધી, ૧૯-૪૪થી શુભ-અમૃત-ચલ-ર૪-૪૩ સુધી,
શુભ હોરા
૭-ર૧થી ૯-૦૮ સુધી, ૧૦-૦રથી ૧૦-પપ સુધી, ૧ર-૪૩થી ૧પ-ર૪ સુધી, ૧૬-૧૭થી ૧૭-૧૧ સુધી
બ્રહ્માંડના સીતારા
કર્ક લગ્ન વાળી કુંડલીમાં ગુરૂ કર્કનો ઉચ્ચનો બને છે. કેન્દ્રમાં રહેલો ગુરૂ બળવાન રાજયોગ બનાવે છે જે કુંડલીના બધા જ દોષોનો નાસ કરે છે. લગ્ન સ્થાનનો ગુરૂ પાંચમા સ્થાન ઉપર દૃષ્ટિ કરે છે. સાતમા સ્થાન ઉપર દૃષ્ટિ કરે છે અને ભાગ્ય સ્થાનને પણ બળવાન બનાવે છે. હવે આવા ગ્રહો વાળી વ્યકિત માટે એવું કહી શકાય કે નસીબદાર વ્યકિત તો જરૂર છે. હવે જો આટલુ બધુ સારૂ હોવા છતાં વ્યકિત અંદરથી દુઃખી હોય અથવા તો તેને મનમાં એક જાતનો ભય સતત સતાવતો હોય છે. આ ભય કાલ્પનિક હોય છે છતા તનાવ રહે છે. વ્યકિત સતત તનાવ હેઠળ જીવન જીવે તેનું કારણ એ હોય છે કે તેને ભૂતકાળમાં કોઇનએ તેના મગજમાં નબળી વાતો કરીને એક ડરનો માહોલ બનાવી દીધેલ હોય છે.