Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૬-૧૧-ર૦૧૯,શનિવાર
કારતક વદ-૪, સૂર્ય વૃશ્ચિકમાં પ્રવેશ ર૪-પ૩, સ્થિર યોગ-સૂર્યોદયથી ૧૯-૧પ,
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મિથુન
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૯,
સૂર્યાસ્ત-૬-૦ર,
જૈન નવકારશી-૭-૪૭
ચંદ્રરાશિ- મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર-આર્દ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-ર૩ થી શુભ-૯-૪૬ સુધી, ૧ર-૩ર થી ચલ-લાભ-અમૃત-૧૬-૪૦ સુધી, ૧૮-૦૩ થી લાભ-૧૯-૪૦ સુધી, ર૧-૧૭થી શુભ-અમૃત-ચલ-ર-૦૯ સુધી,
શુભ હોરા
૭-પ૬ થી ૮-પ૧ સુધી,
૧૦-૪૧ થી ૧૩-ર૭ સુધી,
૧૪-રર થી ૧પ-૧૭ સુધી,
૧૭-૦૮થી ર૦-૧૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
મેળાપક બાબત જન્મકુંડલીઓ મેળવવામાં આવે છે પણ યોગ્ય માર્ગદર્શન નથી મલતું તેનું કારણ એ હોય છે કે જન્માક્ષરના ફળાદેશ બાબત પૂરી જાણકારી નથી હોતી કયારેક કોમ્પ્યુટરના ફળાદેશને ધ્યાનમાં રાખવામાં આવે છે તો કયારેક એવું બને છે કે ચોઘડીયા જ્ઞાન કે બાર રાશિ જાણીને જયોતિષનો ધંધો ચાલુ કરી દયે છે અને પછી જયોતિષ શાસ્ત્ર ઉપરથી લોકોનો વિશ્વાસ રહેતો નથી. જયોતિષ એટલે તમોને રસ્તો બતાવે માર્ગદર્શન મલે અને જે તે વ્યકિતની જન્મકુંડલી ઉપરથી તે વ્યકિતનું વ્યકિતત્વ કેવી ટાઇપનું હશે તમોને તે અનુકુળ આવશે કે કેમ ? કંઇ બાબતનું તમારે ધ્યાન રાખવું પડશે તે બાબતની માહિતી તો જરૂરથી મલી શકે છે.