Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્‍વીસન-ર૦૧૯
તા.૧૬-૧૦-ર૦૧૯, બુધવાર
આસો વદ-૩
ત્રીજ વૃદ્ધિતિથિ છે, ભદ્રા-૧૮-ર૦થી,
રાજયોગ-૧૪-ર૧ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-મેષ
મંગળ-કન્‍યા
બુધ-તુલા
ગુરૂ-વૃヘકિ
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૪૪,
સૂર્યાસ્‍ત-૬-ર૦,
જૈન નવકારશી-૭-૩૨
ચંદ્રરાશિ-મેષ (અ,લ,ઇ)
ર૦-૪પ થી વૃષભ (બ,વ,ઉ)
નક્ષત્ર-ભરણી-૧૪-ર૧ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪પ થી લાભ-અમૃત-૯-૩૯ સુધી, ૧૧-૦૬ થી શુભ-૧ર-૩૩ સુધી, ૧પ-ર૭ થી ચલ-લાભ-૧૮-ર૧ સુધી, ૧૯-પ૪ થી શુભ-અમૃત-ચલ-૦૩૩ સુધી
શુભ હોરા
૬-૪પ થી ૮-૪૧ સુધી, ૯-૩૯થી ૧૦-૩૭ સુધી, ૧ર-૩૩ થી ૧પ-ર૭ સુધી ૧૬-રપ થી ૧૭-ર૩ સુધી,
* બ્રહ્માંડના સિતારા : -
ઘણી વખત એવું બનતું હોય છે કે વ્‍યકિત પોતે આર્થિક રીતે ખૂબજ મજબૂત હોય છે, પણ પછી અમુક સમયે સાવજ પાયમાલ થઇ જાય છે તેનું કારણ શું તે વાત સમજવા જેવી છે. એક તો તેની મહાદશા અંતર દશા અને ગ્રહમાન પ્રગતિને અવરોધતા હોય જે ખોટુ સાહસ કરાવી તે વ્‍યકિતને સાવ પાયમાલ બનાવે છે. બીજુ મે એવું પણ જોયું છે કે અમુક વ્‍યકિતને તેઓ ભાગીદાર બનાવે છે અથવા તેમને ત્‍યાં કામે રાખે છે તો પણ તેઓ સાવ પાયમાલ થઇ જાય છે. એક કારખાનાના માલીકને મે એક વ્‍યકિતથી દૂર રહેવાની સલાહ આપેલી પણ તેઓના નસીબ ખરાબ કે તેઓ તેમની પાસે કામ કરાવતા અને પછી એવું બન્‍યુ જે મેં ધારેલુ કે નોકર પોતે જ તે ફેકટરીના માલીક બની ગયેલ છે.