Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્‍વીસન-ર૦૧૮
તા.૧૬-૬-ર૦૧૮ શનિવાર
બીજો જેઠ સુદ-૩,રંભાવ્રત, મહારાણા પ્રતાપ જયંતી,
રમજાન ઇદ, રવિયોગ-૮-૪પ થી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કર્ક
મંગળ-મકર
બુધ-મિથુન
ગુરૂ-તુલા
શુક્ર-કર્ક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્‍ત-૭-૩૦
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ-કર્ક (ડ,હ)
ચંદ્ર શુક્ર યુતિ
નક્ષત્ર-પુનર્વસ
કાર્યોનો શુભ સમય
૭-૪પ થી શુભ-૯-ર૬ સુધી,
૧ર-૪૮થી ચલ-લાભ-અમૃત-
૧૭-પ૧ સુધી, ૧૯-૩ર થી લાભ-ર૦-પ૧ સુધી,
શુભ હોરા
૭-૧૧ થી ૮-૧૯ સુધી, ૧૦-૩૩ થી ૧૩-પપ સુધી, ૧પ-૦ર થી ૧૬-૧૦ સુધી, ૧૮-ર૪ થી ર૧-૧૭ સુધી,
* બ્રહ્માંડના સિતારા : -
જન્‍મકુંડલીમાં સગાઇ લગ્ન બાબત સાતમુ સ્‍થાન ખાસ જોવું જોઇએ. અહીં એક વાતની ફરીથી નોંધ આપું છું કે જન્‍મકુંડલી ઉપરથી પ૦ થી ૬૦ ટકા જ જાણકારી મલી શકે. યુવક-યુવતીના મોસાળના સંસ્‍કારો પણ ધ્‍યાનમાં લેવા જોઇએ. એકજ તારીખે એકજ સમયે જન્‍મેલી વ્‍યકિતના એકજ સરખા ગ્રહો હોવા છતાં જીવનધોરણમાં ઘણા બધા ફેરફારો હોય છે. મેળાપક બાબત શનિ-મંગળ-રાહુ અને સૂર્ય કંઇ રાશિના છે તે ખાસ જોઇ લેવું- તે ઉપરાંત શુક્રની સ્‍થિતિ પણ ખાસ જોવી જોઇએ. શુક્ર વૃષભ રાશિમાં અને તુલા રાશિમાં સ્‍વગૃહી બને છે અને મીન રાશિમાં ઉચ્‍ચનો બને છે. કયારેક શુક્ર વૃષભમાં વધુ લાભ કરતા રહે છે તો તુલાનો શુક્ર સુંદર દેખાવ આપે છે. શુક્રની સાથે કયાં ગ્રહો છે તેની નોંધ કરવી.