Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૬-ર-ર૦૨૦,રવિવાર
મહાવદ-૮
જાનકી જયંતિ, વિંછુડો, અષ્ટકા શ્રાદ્ધ, સ્વામી મંદિર પાટોત્સવ-ભાવનગર-પુના
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-ધન
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મીન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-ર૦,
સૂર્યાસ્ત-૬-૪૨,
જૈન નવકારશી-૮-૦૯
ચંદ્રરાશિ- વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૪પ થી ચલ-લાભ-અમૃત-૧૩-૦૧ સુધી, ૧૪-ર૭થી શુભ-૧પ-પર સુધી, ૧૮-૪૩ થી શુભ-અમૃત-ચલ-ર૩-ર૭ સુધી,
શુભ હોરા
૮-૧૭ થી ૧૧-૦૭ સુધી, ૧ર-૦૪ થી ૧૩-૦૧ સુધી, ૧૪-પપ થી ૧૭-૪૬ સુધી, ૧૮-૪૩ થી ૧૯-૪૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
જીવનમાં કયારેક પરિવારના પ્રશ્નોને લઇને વ્યકિતને માનસીક તનાવ રહે છે. સામાજીક પ્રતિષ્ઠાને નાનુ એવું નુકશાન પણ થતું હોય છે જેમાં સંતાનોની સગાઇ કે લગ્નનનાના પ્રશનો અથવા સંતાનોના લગ્ન પછીના પ્રશ્નના જેમને મેરેજ લાઇફમાં તકલીફો આ બધુ ભલે સંતાનોના ગ્રહો અથવા તો જેમની સાથે મેરેજ થયા છે તે વ્યકિતના ગ્રહો અથવા તેમના પરિવારના ગ્રહોને લઇને તનાવ થતો હોય જીવનની આવી સાઇફ સ્ટાઇલ બદલાઇ જતી હોય છે. આના માટે જે વ્યકિત પરિવારના વડીલ કે જવાબદાર હોય છે તેમના જન્મના ગ્રહોમાં સૂર્ય અને ચંદ્રનું કોઇ એવા ગ્રહો સાથે કનેકશન થઇ જાય છે જેને લઇને સતત તનાવ રહે છે. માન સન્માનથી જીવતા લોકોને ધનમાં આ બાબત કચવાટ રખાવે છે થોડી ધીરજ રાખવી રોજ ચેરીટી અને સૂર્ય નમસ્કાર કરવા.