Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧પ-૧૨-ર૦૧૯,રવિવાર
માગસર વદ-૩
સંકષ્ટ ચતુર્થી -ચર્તુથી ક્ષયતિથિ છે, ચંદ્રોદય-ર૧-૦૦,
સૌભાગ્ય સુંદરી વ્રત,
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-કર્ક
મંગળ-તુલા
બુધ-વૃશ્ચક
ગુરૂ-ધન
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૦,
સૂર્યાસ્ત-૬-૦૩,
જૈન નવકારશી-૮-૦૮
ચંદ્રરાશિ- કર્ક (ડ,હ)
નક્ષત્ર-પૃષ્ય
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૪૦થી ચલ-લાભ-અમૃત-૧ર-૪ર સુધી, ૧૪-૦૩ થી શુભ-૧પ-ર૩ સુધી, ૧૮-૦પ થી શુભ-અમૃત-ચલ-ર૩-૦૩ સુધી,
શુભ હોરા
૮-૧૩ થી ૧૦-પપ સુધી, ૧૧-૪૮થી ૧ર-૪ર સુધી, ૧૪-૩૦ થી ૧૭-૧૧ સુધી, ૧૮-૦પ થી ૧૯-૧૧ સુધી,
બ્રહ્માંડના સિતારા : -
દરેક વસ્તુ પ્રત્યેનો લગાવ હોય તે સારી વાત છે પણ જયારે તે લગાવ ગાંડપણમાં ફેરવાઇ જાય છે. ત્યારે ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે. ઘણા લોકોને જયોતિષમાં ખૂબજ લગાવ હોય છે અને ટી.વી. ચેનલો ઉપર આવતા જયોતિષોને ખૂબજ ધ્યાનથી સાંભળે છે અને તેમાં બતાવતા નુકશાનકારક નુકસા અપનાવે છે અને પછી તેમાંથી બહાર નથી નીકળી શકતા કારણ કે જયોતિષોએ એવું કહેલ હોય કે તમો આ નંગ પહેરશો અથવા આમ કરશો એટલે તમારા બધા પ્રશ્નો શોલ થઇ જશે હવે જો આ બધુ કરવાથી પ્રશ્નોનું નિરાકારણ થતું હોત તો પછી જયોતિષો કે કહેવાતા બાબાઓ કે પછી પોતાની જાતને કહેવાતો તાંત્રીકો પોતાના પ્રશ્નોનું નિરાકરણ ન કરે ટુંકમાં દરેક બાબતને મર્યાદામાં રાખવી મારા ૪૦ વર્ષથી વધુના અનુભવ પછી હું લોકોને માર્ગદર્શન આપું છું તેમાં મોટીવેશન ખૂબજ જરૂરી રહે છે.