Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧પ-૧૧-ર૦૧૯,શુક્રવાર
કારતક વદ-૩, સંકષ્ટ ચતુર્થી-સૌભાગ્ય સુંદરી વરત, સંદ્રોદય ર૦-૧૮, ભદ્રા-૭-પ૩ થી ૧૯-૪૩
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-વૃષભ
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૯,
સૂર્યાસ્ત-૬-૦ર,
જૈન નવકારશી-૭-૪૭
ચંદ્રરાશિ-વૃષભ (બ,વ,ઉ)
૧૧-૦૧થી મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર-મૃગશીર્ષ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૦૦થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૯ સુધી, ૧ર-૩ર થી શુભ-૧૩-પ૪ સુધી, ૧૬-૪૦થી ચલ-૧૮-૦૩ સુધી, ર૧-૧૭થી લાભ-રર-પપ સુધી
શુભ હોરા
૭-૦૦થી ૯-૪૬ સુધી,
૧૦-૪૧ થી ૧૧-૩૬ સુધી,
૧૩-ર૭થી ૧૬-૧૩ સુધી,
૧૭-૦૮થી ૧૮-૦૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
આજે આ વર્ષની પહેલી વદ ચતુર્થી સંકષ્ટ ચતુર્થી છે જે સંકષ્ટોને દૂર કરે છે. ઘણા લોકો શ્રદ્ધા પૂર્વક આ વ્રત કરે છે. ઘણા લોકો શ્રદ્ધા પૂર્વક આ વ્રત કરે છે. અને તે ખૂબજ સારી વાત છે. હિન્દુ તહેવારો વ્યકિત શ્રદ્ધાપૂર્વક પોતે જ કોઇ સારૂ કાર્ય કરે છે તો ઇશ્વર તેને જરૂરથી મદદ કરે છે. તેમાં કોઇ શંકા નથી. મનમાં અશાંતિ હોય તો તે દૂર કરવા ઘણા લોકો દારૂ કે સીગરેટ જેવી વસ્તુનો આશરો લ્યે છે તો કોઇ તાંત્રીકોમાં ફસાઇ જાય છે. વીધી વીધાનમાં બરબાદ થઇ જાય છે તેના માટે અકસીર ઇલાજ -રોજ મનમાં પોતાના ઇષ્ટદેવના જાપ કે સ્મરણ ચાલુ રાખવા ભગવાન ગણેશજીને પ્રાર્થના કરવી. મહેનત કરવી જરૂરથી લાભ રહેશે.