Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧પ-૯-ર૦૧૮ શનિવાર
ભાદરવાસુદ-૬, વિંછુડો- સૂર્યષષ્ઠી બલરામ જયંતિ, કાર્તિક આવ્હાયન
રવિયોગ ર૯-૪૯ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-મકર
બુધ-સિંહ
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૪, સૂર્યાસ્ત-૬-૪૯,
જૈન નવકારશી-૭-રર
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૦૭થી શુભ-૯-૩૯ સુધી,૧ર-૪રથી ચલ-લાભ-અમૃત-૧૭-૧૮ સુધી,૧૮-પ૦થી લાભ-ર૦-૧૮ સુધી,
શુભ હોરા
૭-૩૬ થી ૮-૩૭ સુધી, ૧૦-૪૦થી ૧૩-૪૪ સુધી, ૧૪-૪પ થી ૧પ-૪૩ સુધી, ૧૭-૪૯થી ર૦-૪૭ સુધી
બ્રહ્માંડના સિતારા
'લીડર કે બોશ'
- ઘણા અધિકારીઓ પોતે પોતાની જાતને બોશ નહીં પણ લીડર બનાવે છે. લીડર અને બોશ બને શબ્દ મહતવની પોસ્ટ બતાવે છે. જેમની પાસે સત્તા હોય તેને બોશ કહી શકાય તો લીડર પાસે પણ સત્તા હોય જ છે પણ તેમાં થોડો ફેરફાર હોય છે. લીડર હંમેશા પોતાના કર્મચારી વર્ગને સ્પોર્ટ કરે છે. તેઓની તકલીફોને સમજવાની કોશિષ કરે છે. જયારે જન્મ કુંડલીમાં સૂર્ય અને ગુરૂનો કેન્દ્ર યોગ હોય અથવા તો સૂર્યની ઉપર ગુરૂની દૃષ્ટિ હોય અને સૂર્ય ગુરૂ એકજ રાશિમાં હોય તો આવો યોગ બને છે. અમારા તંત્રીશ્રી બોશ હોવા છતાં લીડરની જેમ વર્તે છે. જે એક સારૂ ટીમ વર્ક બનાવી શકે છે. ગ્રહોની સાથે સાથે અહીં તમારૂ ઓબ્ઝવેશન પણ કેટલુ છે તે પણ ફળાદેશ માટે ખૂબજ મહત્વનું છે. આ બાબત કયારેક લંબાણપૂર્વક જાણકારી મેળવશું.