Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧પ-પ-ર૦૧૯ બુધવાર
વૈશાખ સુદ-૧૧
મોહિની એકાદશી (ગૌ મૃત્ર), લક્ષ્મીનારાયણ એકાદશી, સૂર્ય વૃષભમાં ૧૧-૦રથી,
સંક્રાંતિ પૃથ્ય કાળ ૧૧-૦ર સુધી, ભદ્રા-૧૦-૩૭ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-કન્યા
મંગળ-મિથુનં
બુધ-મેષ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૯,
સૂર્યાસ્ત-૭-૧૭
જૈન નવકારશી-૬-પ૭
ચંદ્ર રાશિ-કન્યા (પ,ઠ,ણ)
નક્ષત્ર-ઉતરા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૯થી લાભ-અમૃત-૯-ર૬ સુધી, ૧૧-૦પ થી શુભ-૧ર-૪૪ સુધી, ૧૬-૦૧થી ચલ-લાભ-૧૯-૧૯ સુધી, ર૦-૪૦થી શુભ-અમૃત-ચલ-૦-૪૩ સુધી,
શુભ હોરા
૬-૦૯થી ૮-ર૦ સુધી, ૯-ર૬થી
૧૦-૩ર સુધી, ૧ર-૪૪ થી ૧૬-૦૧ સુધી, ૧૭-૦૭ થી ૧૮-૧૩ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો દશમાં સ્થાનમાં ચંદ્ર હોય તો આવી વ્યકિતને દરેક ધંધામાં સફળતા મલી શકે છે. જો જન્મના ચંદ્ર ઉપર ગુરૂની દૃષ્ટિ હોય તો આવી વ્યકિતને પોતાના કાર્યમાં મનચાહી સફળતા મલે છે. સામાજીક પ્રતિષ્ઠા પણ સારી રહે છે. જો દશમાં સ્થાનમાં શનિ હોય તો આવી વ્યકિત ખૂબજ મહેનતું હોય છે અને તેની મહેનત તેને સફળતા તરફ લઇ જાય છે. બીજુ પોતાની આવકને અને પોતાની મહેનતને સફળ બનાવવા વ્યર્થ સમયનો બગાડ ન કરવો. ઘણી વખત ફોન ઉપર નકામી વાતો કરીને પોતાનો ફોન એંગેજ રાખે છે અથવા રહે છે અને જેને લઇને સારા ધંધાને નુકશાન થઇ શકે છે જેથી સમયનો વ્યય ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી રહે છે.