Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. ૧૫-પ-ર૦૧૮, મંગળવાર
વૈશાખ વદ-અમાસ
સંક્રાતિ પુણ્યકાળ સૂર્યોદયથી મધ્યાહન શનેશ્વર જયંતિ, ભાવુકા અમાસ,
વટ સાવિત્રી વ્રત (અમાસ પક્ષ) દર્શ અમાવાસ્યા,
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મેષ
મંગળ-મકર
બુધ-મેષ
ગુરૂ-તુલા
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૯
સૂર્યાસ્ત-૭-૧૯
જૈન નવકારશી-૬-પ૭
ચંદ્ર રાશિ-મેષ (અ,લ,ઇ)
૧૬-ર૭થી વૃષભ (બ,વ,ઉ)
નક્ષત્ર-ભરણી
માંગલીક કાર્યોનો શુભ સમય
૯-ર૬થી ચલ-લાભ-અમૃત-૧૪-રર સુધી, ૧૬-૦૧ થી શુભ-૧૭-૪૦ સુધી ર૦-૪૦થી લાભ-રર-૦૧ સુધી, ર૩-રર થી શુભ -૦-૪૩ સુધી,
શુભ હોરા
૮-ર૦ થી ૧૧-૩૮ સુધી,
૧ર-૪૪ થી ૧૩-પ૦ સુધી,
૧૬-૦૧ થી ૧૯-૧૯ સુધી,
ર૦-૧૩થી ર૧-૦૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
હિન્દુસ્તાનના પ્રથમ ઉપપ્રધાન અને રક્ષામંત્રી જગજીવનરામના જન્મના ગ્રહો જોઇએ તો તેમની જન્મ રાશિ-વૃષભ આવે છે અને વૃષભ રાશિમાં ચંદ્ર-મંગળ અને શુક્ર બીરાજમાં હોય રાજયોગ બનાવે છે. જન્મના ચંદ્રથી ત્રીજે કર્કનો ગુરૂ બીરાજમાન છે. જન્મ રાશિથી દશમે બુધ અને લાભ સ્થાનમાં સૂર્ય શનિની હાજરી સુચક છે. જન્મ રાશિથી બીજા સ્થાનમાં ઉચ્ચનો રાહુ છે મળેલ તારીખ પ્રમાણે તેઓશ્રીનો જન્મ પ-એપ્રિલ ૧૯૦૮ના રોજ થયેલો તેઓશ્રીએ રાજકીય રીતે ખૂબજ નામના મેળવેલ અને ઘણી બધી જવાબદારીઓ પૂર્ણ રીતે નિભાવેલ. હિન્દુસ્તાન પ્રથમ સુરક્ષામાં પ્રધાન તરીકે તેમની નામના સારી હતી.