Gujarati News

Gujarati News

બુધવારનું પંચાંગ
તા.૧પ-૧-ર૦૨૦,બુધવાર
પોષ વદ-પ, સંક્રાતિ પૂ.કાળ, સૂર્યોદય થી સૂર્યાસ્ત,
કમુહરતા-ધનારક પૂર્ણ
સૂર્યોદય-૭-૩૦,સૂર્યાસ્ત-૬-ર૧,
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્રરાશિ-સિંહ(મ,ટ)
૧૧-ર૯થી કન્યા (પ,ઠ,ણ)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૩૦થી લાભ-અમૃત-૧૦-૧૩ સુધી, ૧૧-૩પ થી શુભ-૧ર-પ૬ સુધી, ૧પ-૪૦થી ચલ-લાભ-૧૮-ર૩ સુધી,ર૦-૦૧ થી શુભ-અમૃત-ચલ-૦-પ૬ સુધી
શુભ હોરા
૦૭-૩૦ થી ૦૯-૧૯ સુધી,
૧૦- ૧૩ થી ૧૧-૦૮ સુધી,
૧ર-પ૬ થી ૧પ-૪૦ સુધી,
૧૬-૩૪ થી ૧૭-ર૮ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ લગ્નમાં રાહુ હોય તો વ્યકિત ખૂબજ વાંચાળ પણ હોય છે અને જો કોઇ તકલીફો આવે તો ખૂબજ ડીપ્રેશનમાં પણ આવી શકે છે. સંતાનો તરફથી તેઓને સપોર્ટ મલતો નથી અને જેને લઇને તેઓ સતત તનાવમાં રહે છે. આવી વ્યકિતઓનું લગ્ન જીવન પણ તનાવ વાળુ રહે છે. બનવામાં પોાના જીવન સાથી સાથે તે જેમ કહે તેમ કરે તો લગ્ન જીવન ચાલે છે. પોતાના માતા પિતા સાથે કોઇ પણ બાબતોને લઇને મતભેદો રહે છે જેથી આવી વ્યકિતઓએ કોઇ અંધ શ્રદ્ધામાં ન પડવું પણ વહેવારીક અભિગમ અપનાવવો જેને લઇને જીવનમાં અનુકુળતા રહે. ઁ નમઃ શિવાયના જાપ રોજ કરવા.