Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૪-૮-ર૦૧૮ મંગળવાર
શ્રાવણ સુદ-૪,
મંગળા ગૌરી પૂજન, વિનાયક ચતુર્થી-દુર્વાથી પૂજન કરવુ, પારસી ગાથા-૩,
રવિયોગ-૧૭-રર સુધી
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કન્યા
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૪
સૂર્યાસ્ત-૭-૧૮
જૈન નવકારશી-૭-૧ર
ચંદ્ર રાશિ-કન્યા (પ.ઠ.ણ)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્ગુની
કાર્યોનો શુભ સમય
૯-૩૮ થી ચલ-લાભ-અમૃત
૧૪-ર૮ સુધી, ૧૬-૦પથી શુભ-૧૭-૪ર સુધી, ર૦-૪રથી લાભ-રર-૦પ સુધી,
શુભ હોરા
૮-૩૪થી ૧૧-૪૭ સુધી, ૧ર-પરથી ૧૩-પ૬ સુધી ૧૬-૦પ થી ૧૯-૧૯ સુધી, ર૦-૧૪ થી ર૧-૧૦ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણા બધા વાંચકોના બહ્માંડના સિતારાની કોલમ બાબત ફોન આવે છે. અહીં મારા વર્ષોના અનુભવને ધ્યાનમાં લઇને આર્ટીકલ લખુ છું જેનાથી વાંચકોને જાણકારી મલે તેમાં પણ ખાસ લગ્ન જીવન બાબતના લેખો વાંચકોને ખૂબજ ગમે છે અને જાણકારી મેળવે છે. યુવક યુવતિઓ સગાઇ ન થતાં કે ઉંમર વધતી જાય છે તેવું વિચારે છે અથવા સગા સબંધીના સંતાનોના સગાઇ લગ્નમાં ખૂબજ મોડુ થાય છે આવું વિચારીને પછી જયારે કોઇ પાત્ર આવે એટલે કોઇ પણ જાતની તપાસ કર્યા વગર જલદીથી સગાઇ કે લગ્ન કરી નાખે છે અને પછી પાછળથી ખૂબજ અફસોસ કરે છે તો કયારેક સારા પાત્રા આવતા હોવા છતાં નક્કી નથી કરતા અને પછી પાછળથી પસ્તાય છે.