Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૪/૩/ર૦૧૮- બુધવાર
ફાગણ વદ-૧ર, પ્રદોષ,
પંચક પ્રારંભ-ર૮-૧ર,
કમુહુર્તા પ્રારંભ ર૩-૪૩થી
સૂર્ય મીન રાશિમાં પ્રવેશ-પૃષ્યકાળ,
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-મકર
મંગળ-ધન
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૮
સૂર્યાસ્ત-૬-પ૪,
જૈન નવકારશી-૭-૪૬
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
ર૮- ૧ર થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શ્રવણ
માંગલીક કાર્યોનો શુભ સમય
૬-પ૮ થી લાભ-અમૃત-૯-પ૭ સુધી, ૧૧-ર૭ થી શુભ-૧ર-પ૬ સુધી, ૧પ-પપ થી ચલ-લાભ-૧૮-પ૪ સુધી,
શુભ હોરા
૬-પ૮ થી ૮-પ૭ સુધી,
૯-પ૭થી ૧૦-પ૭ સુધી,
૧ર-પ૬ થી ૧પ-પપ સુધી,
૧૬-પપ થી ૧૭-પપ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જન્મ લગ્નથી દશમે રાહુ હોય અને રાહુ શનિનો નવ પંચમ યોગ થતો હોય તો આવી વ્યકિત દાણચોર બની શકે છે. જી હા તા. ૧ -માર્ચ ૧૯ર૬ના રોજ હાજી મસ્તાનનો જન્મ તાલીમનાડુમાં થયેલ તેના ગ્રહોમાં શનિ વૃશ્ચિકમાં મંગળ ધનનો અને મંગળથી ચોથે ચંદ્ર-શુક્ર ગુરૂ અને કેતુ મકરના જન્મના ચંદ્રથી છઠ્ઠે સૂર્ય-બુધ આ એવી વ્યકિતના ગ્રહો છે જેની પાસે બે ટંક જમવાના પૈસા ન હોતા પણ તેને ગ્રહોની અને સંજોગોની સફળતા મલી વિશ્વનો મોટો દાણચોર હાજી મસ્તાન નામે વિશ્વમાં કુખ્યાત દાણચોર બની ગયો એમ કહેવાતું કે તે તેની દુનિયામાં પણ ઇમાનદાર અને ગરીબોને ખૂબજ મદદ કરતો હતો. ગ્રહો જીવનમાં બદલાવ લાવે છે હાજી મસ્તાન ૧૯૯૪ તેનો છેલ્લો સમય હતો.