Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૩-૯-ર૦૧૯ શુક્રવાર
ભાદરવા સુદ-૧૪, વ્રતની પૂનમ પંચક, ભદ્રા-૭-૩૬ થી ર૦-પર, વ્રતની પૂનમ સવારે ૭-૩૬થી શરૂ
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-કુંભ
મંગળ-સિંહ
બુધ-સિંહ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩પ
સૂર્યાસ્ત-૬-૪૭,
જૈન નવકારશી-૭-૨૩,
ચંદ્રરાશિ-કુંભ (ગ,સ)
નક્ષત્ર-શતતારા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩પ થી ચલ-લાભ-અમૃત-૧૧-૧૧ સુધી, ૧ર-૪૩ થી શુભ-૧૪-૧પ સુધી, ૧૭-ર૦થી ચલ-૧૮-પર સુધી, ર૧-૪૮થી લાભ-ર૩-૧પ સુધી,
શુભ હોરા
૬-૩૪ થી ૯-૩૯ સુધી, ૧૦-૪૦ થી ૧૧-૪ર સુધી, ૧૩-૪પ થી ૧૬-૪૯ સુધી, ૧૭-પ૧થી ૧૮-પર સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો સૂર્ય બળવાન હોય અને તેની સાથે ગુરૂ હોય તો આવી વ્યકિતની પોતાની એક આગવી ઓળખ હોય છે. આવી વ્યકિતની સામાજીક પ્રતિષ્ઠા ખૂબજ સારી હોય છે. આવી વ્યકિત ખૂબજ બુદ્ધિશાળી હોય છે પોતાનો ધંધો સારી રીતે કરી શકે છે. આવી વ્યકિતને સરકારી નોકરીમાં સારી પોસ્ટ મલી શકે છે. જો શનિ મંગળની સ્થિતિ બારમાં સ્થાનને અનુકુળ હોય તો આવી વ્યકિત આઇપીએસ ઓફીસર કે આઇ.એ.એસ. જેવી એન્જીનયર જેવી લાઇનમાં કે ડોકટર જેવી લાઇનમાં પણ વિશેષ સફળતા મેળવે છે. ઇલેકટ્રોનીક લાઇનમાં પણ વિશેષ લાભ મેળવે છે. જો સૂર્યની સાથે ચંદ્રનું બળ મલતું હોય તો હોટલ લાઇન ખાણીપીણી જેવી લાઇનમાં વિશેષ સફળતા મેળવે છે.