Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧ર-પ-ર૦૧૯ રવિવાર
વૈશાખ સુદ-૮
દુર્ગાષ્ટમી, ભદ્રા-૬-૪૩ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-કર્ક
મંગળ-મિથુનં
બુધ-મેષ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૦,
સૂર્યાસ્ત-૭-૧પ,
જૈન નવકારશી-૬-પ૮
ચંદ્ર રાશિ-કર્ક (ડ, હ)
૧ ૧-પ૬ થી સિંહ (મ,ટ)
નક્ષત્ર-આશ્લેષા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૪૯થી ચલ-લાભ-અમૃત ૧ર-૪૯ સુધી, ૧૪-રર થી શુભ-૧૬-૦૧ સુધી, ૧૯-૧૭થી શુભ-અમૃત-ચલ-ર૩-રર સુધી,
શુભ હોરા
૭-૧૬ થી ૧૦-૩૩ સુધી ૧૧-૩૮થી ૧ર-૪૪ સુધી, ૨૪-પપ થી ૧૮-૧૮ સુધી, ૧૯-૧૭થી ર૦-૧ર સુધી
બ્રહ્માંડના સિતારા
પરિવારના વડીલો એટલે કે માતા પિતા કે દાદા દાદીની નાના નાનીની મિલકતમાં તેમના બધા સંતાનોનો કાયદેસર હક લાગે છે. પરણિત બહેનો પણ ભાઇઓ જેટલો જ હકક ધરાવે છે. જયારે ગોચરમાં રાહુ જન્મ કુંડલીમાં ૪થે કે બારમેથી પસાર થતો હોય ત્યારે આવી વ્યકિતના ભાઇએ પોતાની સગી બહેનનો હક્ક ડુબાડી દયે છે અને ગેરકાયદેસર કાગડીયા દસ્તાવેજો બનાવીને મીલકત કે દુકાન ઉપર પોતાનો હક્ક જમાવી દયે છે અને આ કાર્યમાં પરિવારના નજીકના સગા કે વકીલો પણ મદદ કરે છે. જન્મકુંડલીમાં બારમેથી પસાર થતો હોય અથવા જે સમયે બારમેથી કે ચોથેથી પસાર થયેલ હોય ત્યારે તેમની ભાગની જગ્યા કે દુકાનમાંથી મલતા ભાગ ઉપર ખોટા દસ્તાવેજો બની શકે છે. જેથી આ બાબત ધ્યાન દેવાથી જાણકારી મલી શકે છે. (ક્રમસ)