Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૧-૧૦-ર૦૧૯, શુક્રવાર
આસો સુદ-૧૩
સૂર્ય ચિત્રા નક્ષત્રમાં ૭-ર૭થી પંચક-પ્રદોષ, ૧૭-૪૮થી ૧ર-પ૮ અશુભ સમય,
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-કુંભ
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪ર
સૂર્યાસ્ત-૬-રપ,
જૈન નવકારશી-૭-૩૦
ચંદ્રરાશિ-કુંભ (ગ,સ)
રર-ર૭થી મીન (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-પૂર્વાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૩ થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૬ સુધી, ૧ર-૩૪ થી શુભ-૧૪-૦ર સુધી, ૧૬-પ૭થી ચલ-૧૮-રપ સુધી, ર૧-૩૦થી લાભ-ર૩-૦ર સુધી,
શુભ હોરા
૬-૪૩ થી ૯-૩૮ સુધી, ૧૦-૩૭થી ૧૧-૩પ સુધી, ૧૩-૩ર થી ૧૬-ર૮ સુધી, ૧૭-ર૭થી ૧૮-રપ સુધી
બ્રહ્માંડના સિતારા
તમારી જન્મકુંડલી ઉપરથી તમારૂ વ્યકિતત્વ કેવું હશે અને કેવું રહેશે તે બાબત ઉપર જન્મના ગ્રહો અને ગોચરના ગ્રહો પ્રકાશ પાડી શકે છે. ઘણા લોકોની વાણી ખૂબજ ઉમદા હોય શકે છે. અહીં વહેરીકા અભિગમ-પરિવારનો માહોલ એટલે કે પરિવારના સભ્યોની રહેણી કરણીની પણ વ્યકિત ઉપર અસર કરે છે. જન્મ લગ્નથી જો બીજા સ્થાનમાં શુક્ર બુધ કે ચંદ્ર હોય તો આવી વ્યકિતની વાણી ખૂબજ ઉમદા હોય છે. તો કયારેક શનિ પણ જો બીજા સ્થાનમાં હોય તો પણ વાણી ખૂબજ ઉમદા હોય છે. ખૂબજ ઓછું બોલવું અને સારૂ બોલવું આપણા પૂર્વ વડાપ્રધાનશ્રી મનમોહનસિંહની કુંડલીમાં બીજા સ્થાનમાં શનિ છે. જો કે તે બાબત બીજા ગ્રહોને પણ ધ્યાનમાં અવશ્ય લેવા જોઇએ. અહીં વાણી ઉપર કાબુ રાખવામાં કે સાચુ બોલવામાં બુધ કઇ રાશિનો છે તે પણ ખૂબજ અગત્યનું છે.