Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૦-૧૧-ર૦૧૯,રવિવાર
કારતક સુદ-૧૩, વૈકુંઠ ચતુર્દશીનો ઉપવાસ,
મંગળ તુલામાં, ઇદે મિલાદ,
પંચક ૧૭-૧૯ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મીન
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૭,
સૂર્યાસ્ત-૬-૦૪,
જૈન નવકારશી-૭-૪પ
ચંદ્રરાશિ-મીનમાં (દ,ચ,ઝ,થ)
૧૭-૧૯થી મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-ર૧થી ચલ-લાભ-અમૃત-૧ર-૩૧ સુધી, ૧૩-પ૪ થી શુભ-૧પ-૧૮ સુધી, ૧૮-૦પ થી શુભ-અમૃત-ચલ-રર-પપ સુધી,
શુભ હોરા
૭-પ૩ થી ૧૦-૪૦ સુધી, ૧૧-૩પ થી ૧ર-૩૧ સુધી, ૧૪-રર થી ૧૭-૦૯ સુધી, ૧૮-૦પ થી ૧૯-૦૯ સુધી
બ્રહ્માંડના સિતારા
દાન લગ્નમાં જો પ્રથમ સ્થાનમાં મંગળ હોય અને તેની સાથે ચંદ્ર હોય તો આવી વ્યકિતઓ આર્થિક રીતે ખૂબજ સદ્ધર હોય છે. અહીં મંગળ પંચમેશ અને બારમાનો માલીક બને છે તો ચંદ્ર આઠમા સ્થાનનો માલીક પણ બને છે. અહીં આ એક રાજયોગ બને છે આવી વ્યકિતઓ ખૂબજ વાચાળ હોય છે અને ધર્મ ઉપર ખૂબજ શ્રદ્ધા ધરાવે છે. જોકે અહીં જન્મના બીજા ગ્રહોને પણ ધ્યાનમાં લેવા જોઇએ આવા લોકો ખૂબજ ઉદાર પણ હોય છે. જમીન મકાનના કાર્યો કે કોઇ સરકારી કાર્યોને લઇને તેઓ આર્થિક લાભ મેળવે છે. આવી વ્યકિતઓને ત્યાં સંતાનોના જન્મ પણ ખૂબજ સારી રીતે ભાગ્યોદય થાય છે. ઓછી મહેનતે વધુ લાભો મેળવે છે.