Gujarati News

Gujarati News

શનિવારનું પંચાગ
તા.૧૦-૧૧-ર૦૧૮ શનિવાર
કારતક સુદ-૩, વિંછુડો રર-૦૦
રવિયોગ પ્રારંભ રર-૦૦,
સૂર્યોદય-૬-પ૭, સૂર્યાસ્ત-૬-૦૪
જૈન નવકારશી-૭-૪પ
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન,ય)
રર-૦૦થી ધન (ભ,ફ,ધ,ઢ)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-ર૧ થી શુભ-૯-૪૯ સુધી,
૧ર-૩૧થી ચલ-લાભ-અમૃત-
૧૬-૪૧ સુધી, ૧૮-૦પ થી
લાભ-૧૯-૪૧ સુધી,
શુભ હોરા
૭-પ૩થી ૮-૪૮ સુધી, ૧૦-૪૦થી ૧૩-ર૭ સુધી, ૧૪-રર થી ૧પ-૧૮ સુધી, ૧૭-૦૯ થી ર૦-૧૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
ઉદ્યોગપતિ બનવા માટે કેવા યોગ હોવા જોઇએ અને ચંદ્ર-ગુરૂથી સ્થિતિ કેવી હોય તો વ્યકિત સમાજમાં માન પ્રતિષ્ઠા મેળવવામાં સફળ થાય જન્મના ચંદ્રથી ત્રીજા સ્થાનમાં બળવાન ગ્રહો વ્યકિતને હિંમતવાન બનાવે છે. આવી વ્યકિતનો આત્મવિશ્વાસ જબ્બરો હોય છે. જો જન્મનો ત્રીજા સ્થાનમાં સૂર્ય હોય તો રાજકારણમાં આવી વ્યકિત સફળતા મેળવે છે. જો મંગળની સ્થિતિ આ સ્થાનમાં હોય તો વ્યકિત મેડીકલ લાઇન ઇલેકટ્રોની લાઇનમાં લશ્કરમાં સફળતા મેળવે છે. શનિ મંગળનો કેન્દ્ર યોગ સારા અને સફળ ઉદ્યોગપતિ બનાવે છે. લોખંડ મશીનરી ટેકનીકલ કોમ્પ્યુટર લાઇનમાં વિશેષ લાભ રહે છે. દેશ વિદેશમાં પોતાના ધંધાનું આયોજન કરી શકે છે. અને સમાજમાં આર્થિક રીતે અને સામાજીક રીતે પ્રતિષ્ઠા મેળવે છે.