Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૦-૯-ર૦૧૯ મંગળવાર
ભાદરવા સુદ-૧ર, વિષ્ણુ પરિવર્તનોત્સવ, વામન જયંતિ, બુધ કન્યામાં, શ્રાવણી બારસ,
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-મકર
મંગળ-સિંહ
બુધ-સિંહ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૩
સૂર્યાસ્ત-૭-પ૪,
જૈન નવકારશી-૭-૨૧
ચંદ્રરાશિ-મકર(ખ,જ)
નક્ષત્ર-ઉત્તરાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૩૯થી ચલ-લાભ-અમૃત-૧૪-૧૭ સુધી, ૧પ-પ૦થી શુભ-૧૭-રર સુધી, ર૦-રર થી લાભ-ર૧-પ૦ સુધી, ર૩-૧૭થી શુભ-અમૃત-ર-૧ર સુધી
શુભ હોરા
૮-૩૭થી ૧૧-૪ર સુધી,
૧ર-૪૪થી ૧૩-૪૬ સુધી,
૧પ-પ૦થી ૧૮-પપ સુધી,
૧૯-પ૩ થી ર૦-પ૧ સુધી
બ્રહ્માંડના સિતારા
જયોતિષ શાસ્ત્રનો કેવો અને કેટલો ઉપયોગ કરો છો તે ખૂબજ મહત્વનું છે. આજના ટેકનીકલ યુગમાં વોટસએપ ઉપર ગ્રહોની ચાલ રાશિ ભવિષ્ય આજે કયો ગ્રહ ફરશે અને તેનું શું ફળ મલશે તેની જાણકારી મૂકી દેવામાં આવે છે. બહુ સારી વાત છે કે લોકોને આવી જાણકારી તુરત મલી જાય છે. અહીં ફેસબુક અને વોટસએપ ખૂબજ ઉપયોગી છે, પણ દરેક મેસેજ કે ગ્રહોની ચાલનું ફળાદેશ તમોને લાગુ પડશે તેવું ન માનતા કારણ કે જો ખોટી માહિતી તમોને માનસિક રીતે ડીપ્રેશ કરી શકે છે. બુદ્ધિજીવી લોકો હંમેશા પૂરી જાણકારી મેળવીને પછી જ કોઇ નિર્ણયો લ્યે છે. જીવનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે તેમાં કયારેક કોઇ ગેબી શકિતઓ તમોને મદદ કરે છે તો નેગેટીવ શકિતઓ તમોને નુકશાન પણ કરી શકે છે. (ક્રમશ)