Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૯-૧૧-ર૦૧૯,શનિવાર
કારતક સુદ-૧ર, મન્વાદિ, પ્રબોધનોત્સવ, શનિ પ્રદોષ,
સ્થિર યોગ ૧૪-પ૬ થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મીન
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૬,
સૂર્યાસ્ત-૬-૦પ,
જૈન નવકારશી-૭-૪૪
ચંદ્રરાશિ-મીનમાં (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-ઉત્તરાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-ર૦ થી શુભ-૯-૪૪ સુધી, ૧ર-૩૧ થી ચલ-લાભ-અમૃત-૧૬-૪ર સુધી, ૧૮-૦પ થી લાભ-૧૯-૪ર સુધી, ર૧-૧૮થી શુભ-અમૃત-૦-૩૧ સુધી,
શુભ હોરા
૭-પર થી ૮-૪૮ સુધી, ૧૦-૩૯ થી ૧૩-ર૭ સુધી, ૧૪-રર થી ૧પ-૧૮ સુધી, ૧૭-૧૦થી ર૦-૧૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત મા-બાપો સંતાનોને વધારે પડતા લાડ લડાવતા હોય છે અને જેને લઇને સંતાનો સ્વચ્છંદી બની જાય છે અને મા-બાપને પણ દાદ દેતા નથી આની પાછળ પરિવારના સભ્યો અને ખુદ મા-બાપ જ જવાબદાર હોય છે અને પછી જયારે સંતાનોને મોટા થઇ જાય પછી સમજાવવામાં આવે છે તો તેઓ સમજતા નથી અને તેઓ એવું વિચારે છે કે અમોને અમારી રીતે જીવવા નથી દેતા તેઓને કોઇ ડીસપ્લીન નથી ગમતી રાત્રીના મોડે સુધી કારણ વગર રખડવું તે તેમનો શોખ થઇ જાય છે. કયારે મા-બાપ બંને વચ્ચે અણબનાવ રહેતો હોય તેનો સંતાનો લાભ લ્યે છે અને છેવટેતો સંતાનો પોતાની જીંદગી અને કિંમતી સમય બરબાદ કરે છે.