Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૮
તા.૮-૧ર-ર૦૧૮ શનિવાર
માગસર સુદ-૧,
મિર્તેડ ભૈરવ, ઇષ્ટ, ચંદ્ર દર્શન
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-ધન
મંગળ-કુંભ
બુધ-વૃશ્ચિક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧પ
સૂર્યાસ્ત-૬-૦૧
જૈન નવકારશી-૮-૦૩
ચંદ્ર રાશિ- ધન (ભ,ફ.ધ,ઢ)
નક્ષત્ર-મૂળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૩૬ થી શુભ-૯-પ૭ સુધી, ૧ર-૩૯ થી ચલ-લાભ-અમૃત-૧૬-૪ર.
૧૮-૦ર થી લાભ-૧૯-૪ર સુધી, ર૧-ર૧ થી શુભ-અમૃત-ચલ-ર-૧૮ સુધી,
શુભ હોરા
૮-૦૯થી ૯-૦૩ સુધી,
૧૦-પ૧થી ૧૩-૩૩ સુધી,
૧૪-ર૧ થી ૧પ-ર૧ સુધી,
૧૭-૦૯થી ર૦-૧પ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીનું ફળાદેશ કરવું બહુજ વર્ષોના અનુભવ પછી થઇ શકે છે. જયોતિષ શાસ્ત્ર ખૂબજ ઉંડુ શાસ્ત્ર છે. એકજ તારીખે એકજ સમયે ઘણી વ્યકિતઓનો જન્મ થયો હોય છે છતાં તે દરેક વ્યકિતનું વ્યકિતત્વ અલગ અલગ હોય છે તો કયારેક ગ્રહોનો પ્રભાવ થોડા ઘણા અંશે તે તરફ લઇ જાય છે. તુલાનો શનિ રાજકારણમાં અને સમાજમાં ખૂબજ માન સન્માન અપાવે છે. દેશ-વિદેશમાં સારી પ્રતિષ્ઠા અપાવે છે- આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલજીની જન્મકુંડલીમાં તુલા લગ્નમાં તુલાનો શનિ હતો અને તેમની જન્મ રાશિ વૃશ્ચિક રાશિ હતી. વૃશ્ચિક રાશિ વ્યકિતને મહત્વકાંક્ષા તરફ લઇ જાય છે તો વૃશ્ચિકનો શુક્ર આર્ટ સંગીત મોજશોખ તરફ લઇ જાય છે. (ઇંગ્લેન્ડ) શ્રીમતી માર્ગરેટ થૈચરની તુલા લગ્નની કુંડલીમાં તુલાનો શનિ છે અને બધા જ ગ્રહો રાહુ કેતુની વચ્ચે આવેલા છે પૂર્ણા કાલસર્ર્પ કહેવાય.