Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૭
તા.૮/૧ર/ર૦૧૭,શુક્રવાર
માગસર વદ-૬,
કુમાર યોગ ૧૮-ર૮થી ર૬-પ૩, રવિયોગ પ્રારંભ -૧૮-ર૮થી ભદ્ર-ર૬-પ૩થી શનિ અસ્ત
પાંચમનો ક્ષય છે.
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-કર્ક
મંગળ-તુલા
બુધ-ધન
ગુરૂ-તુલા
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧પ
સૂર્યાસ્ત-૬-૦૧
જૈન નવકારશી-૮-૦૩
ચંદ્ર રાશિ-કર્ક (ડ.હ.)
૧૮-ર૮થી સિંહ (મ.ટ.)
નક્ષત્ર-આશ્લેષા
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-૧૬થી ચલ-લાભ-અમૃત-૧૧-૧૮ સુધી, ૧ર-૩૯થી શુભ-૧૪-૦૦ સુધી, ૧૬-૪રથી ચલ-૧૮-૦૩ સુધી, ર૧-ર૧ થી લાભ-ર૩-૦૦ સુધી,
શુભ હોરા
૭-૧૬ થી ૯-પ૭ સુધી, ૧૦-પ૧ થી ૧૧-૪પ સુધી, ૧૩-૩૩ થી ૧૬-પ૧ સુધી, ૧૭-૦૯થી ૧૮-૦૩ સુધી
બ્રહ્માંડના સિતારા
આજ કોલમમાં લખેલ કે રોબોટ દુનિયા ઉપર રાજ કરશે-ન્યુઝીલેન્ડે રોબોટને રાજકારણ સાથે જોડી દીધો છે. બુદ્ધિશાળી માનવી એ પોતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કુતિમ બુદ્ધિ ધરાવતા રોબોટને પોતાના જીવનમાં સ્થાન આપેલ છે અને ધીરે ધીરે તેનું મહતવ વધતું જાય છે. ૪૯ વર્ષીય ન્યુઝલીેન્ડના નિકગેરિટ્રસને એવી રજુઆત કરી છે કે તેણે જે રોબોટ બનાવેલ છે. તેવો કૃત્રિમ બુદ્ધિ રાવતો રોબોટ કોઇ હજુ સુધી બનાવેલ નથી. તેણે રોબોટનું નામ સેમ રાખેલ છે. હવે આપણે પહેલા તો એ બાબત જાણવાની છે કે જો જન્મકુંડલીમાં શનિ અને બુધનો કેન્દ્ર યોગ હોય તો આવી વ્યકિતઓ ટેકનીકલ ફીલ્ડમાં ખૂબજ માહિર હોય છે અને દેશ અને વિશ્વમાં સારી નામના મેળવે છે.