Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્‍વીસન-ર૦૧૮
તા.૮-૭-ર૦૧૮ રવિવાર
જેઠ વદ-૧૦, ભદ્રા-૧ર-૧૭ થી ર૩-૩૧, ઉદિત લગ્ન
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મેષ
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૧૦
સૂર્યાસ્‍ત-૭-૩૩
જૈન નવકારશી-૬-પ૮
ચંદ્ર રાશિ- મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-અશ્વિની
૭-૪૦થી અશ્વિની
કાર્યોનો શુભ સમય
૭-પ૧ થી ચલ-લાભ-અમૃત-
૧ર-પર સુધી, ૧૪-૩૩ થી શુભ-૧૬-૧૩ સુધી, ૧૯-૩૪ થી શુભ-અમૃત-ચલ-ર૩-૩૩ સુધી,
શુભ હોરા
૭-૧૭ થી ૧૦-૩૮ સુધી, ૧૧-૪પ થી ૧ર-પર સુધી, ૧પ-૦૬ થી ૧૮-ર૭ સુધી, ૧૯-૩૪ થી ર૦-ર૭ સુધી
* બ્રહ્માંડના સિતારા : -
શેર સટ્ટો એમસીએકસ એફ એન્‍ડ ઓ કોમોડિટી વાયદા બજારમાં વ્‍યકિત પૈસા કમાવા રોકાણ કરે છે અને લાલચમાં અને લાલચમાં પોતાની મિલકત પણ ગુમાવે છે. કોઇ નસીબદાર વ્‍યકિત જો ગણતરી પૂર્વક અને તેના જન્‍મના ગ્રહો તેને મદદ કર્તા હોય તો જરૂરથી તેમાંથી આર્થિક લાભો મેળવે છે. અહીં ગ્રહો વ્‍યકિત કયારેક આસમાની-સુલ્‍તાનીનો અનુભવ કરાવે છે કયારેક કોઇ વ્‍યકિત ગ્રહોના જોરે વાયદા, બજારમાં ધનવાન બની જાય છે. પંચમેશની મહાદશામાં લાભ મેળવે છે તો તેજ વ્‍યકિત વાયદાના ધંધામાં પાયમાલ પણ થઇ જાય છે. મેળવેલુ ધન ગુમાવે છે હતાશાઓથી ઘેરાય જાય છે અપકાર્તી પ્રાપ્ત કરે છે કયારેક હતાશામાં પોતાનો જીવ પણ ગુમાવે છે જેથી આવા કામકાજમાં ગ્રહોની સ્‍થિતિ જાણી લેવી જોઇએ.