Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૭-૧૨-ર૦૧૯,શનિવાર
માગસર સુદ-૧૧
વૃદ્ધિ તિથિ,પંચક રપ-ર૮ સુધી, સૈનિક ધ્વજ દિન
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મીન
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-ધન
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧પ,
સૂર્યાસ્ત-૬-૦૧,
જૈન નવકારશી-૮-૦૩
ચંદ્રરાશિ-મીન (દ,ચ,ઝ,થ)
રપ-ર૮થી મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૩૬ થી શુભ-૯-પ૬ સુધી, ૧ર-૩૮થી ચલ-લાભ-અમૃત-૧૬-૪૧ સુધી, ૧૮-૦ર થી લાભ-૧૯-૪૧ સુધી, ર૧-ર૦થી શુભ-અમૃત-ચલ-ર-૧૮ સુધી,
શુભ હોરા
૮-૦૯થી ૯-૦૩ સુધી, ૧૦-પ૦થી ૧૩-૩ર સુધી, ૧૪-ર૬થી ૧પ-ર૦ સુધી, ૧૭-૦૮થી ર૦-૧૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો શનિ મકર રાશિનો કે કુંભ રાશિનો હોય તો ખૂબજ બળવાન કહેવાય છે અને પોતાની રાશિનો છે. સ્વગૃહી બને છે. લોખંડ મશીનરી જેવી લાઇનમાં વિશેષ લાભ અપાવે છે. અહીં તુલા રાશિનો શનિ પણ યોગ કારક બને છે. ઉંમર વર્ષ ૩ર-૩૩ પછી મહત્વના પરિવર્તન આપે છે તો કોઇને ઉંમર વર્ષ ૩૬ કે ૪ર થી ભાગ્યોદય અથવા જીવનમાં નવો વળાક આવે છે. અહીં વર્ષો થયા હું વાંચકોને જણાવું છું કે કોઇ પણ એક ગ્રહ ઉપરથી ફળાદેશ ન થઇ શકે . જન્મકુંડલીમાં જન્મના બીજા ગ્રહો કંઇ રીતે કર્યા ખાનામાં અને કયા ગ્રહો સાથે છે તે પણ ખૂબજ મહત્વનું રહેલ છે.