Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૮
તા.૭-૧ર-ર૦૧૮ શુક્રવાર
કારતક વદ-અમાસ,
વિંછુડો ૩૦-૦૬ સુધી, અમાસ બપોરે ૧ર-પ૧ સુધી અન્વાધાન,
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-કુંભ
બુધ-વૃશ્ચિક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧પ
સૂર્યાસ્ત-૬-૦૧
જૈન નવકારશી-૮-૦૩
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન,ય)
૩૦-૦૬ થી ધન (ભ,ફ.ધ,ઢ)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૧પ થી ચલ-લાભ-અમૃત-૧૧-૧૮ સુધી, ૧ર-૩૯થી શુભ-૧૩-પ૯ સુધી, ૧૬-૪૧ થી ચલ-૧૮-૦ર સુધી, ર૧-ર૧થી લાભ-ર૩-૦૦ સુધી,
શુભ હોરા
૭-૧પ થી ૯-પ૭ સુધી, ૧૦-પ૧ થી ૧૧-૪પ સુધી, ૧૩-૩ર થી ૧૬-૧૪ સુધી, ૧૭-૦૮થી ૧૮-૦ર સુધી,
બ્રહ્માંડના સિતારા
આજે વિક્રમ સંવત ર૦૭પના વર્ષની પ્રથમ અમાસ છે. અમાસને દિવસે ધાર્મિક કાર્ય કરવું વધુ હીતાવહ છે. આમ તો જીવનમાં દરેક દિવસ ધાર્મિક કાર્ય કરી શકાય. અમાસને દિવસે જન્મેલી વ્યકિતની અંદર અદ્ભૂત શકિતઓ હોય છે જેથી અમાસને દિવસે જન્મ થયો હોય તો કોઇ ટેન્શન ન રાખવું કારણ કે ફળાદેશ માટે જન્મના ગ્રહોની અસરોને ધ્યાનમાં લેવી કોઇપણ દિવસે જરૂરત વાળી વ્યકિતને કપડા ખાવાનું કે દવાની જરૂરત હોય તો લઇ દેવી. અહીં દાન પુન બાબત સજાગતા રાખવી કારણ કે ખરેખર કંઇ વ્યકિતને જરૂરત છે અને મદદ કરવી હીતાવહ છે. ઘણી એવી વ્યકિતઓ સમાજમાં હોય છે જે મધ્યમ વર્ગ કહી શકાય જે હાથ લાંબો કરી શકતા નથી હોતા મતલબ કે માંગી શકતા નથી તો આવી વ્યકિતને મદદ કરવી જેની શુભેચ્છા અને આશિર્વાદ મલે છે.