Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૭-૧૦-ર૦૧૯, સોમવાર
આસો સુદ-૯
સરસ્વતી બલિદાન ૧૭-રપ સુધી, પછી વિસર્જન, મહાનવમી નવરાત્રી અપૂર્ણ, બુદ્ધ જયંતિ, રવિયોગ-અહોરાત્ર,
સૂર્યોદય-૬-૪૧, સૂર્યાસ્ત-૬-ર૮,
જૈન નવકારશી-૭-૨૯
ચંદ્રરાશિ- મકર (ખ,જ)
નક્ષત્ર-ઉતરાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૧થી અમૃત-૮-૧૦ સુધી,૯-૩૮થી શુભ-૧૧-૦૭ સુધી, ૧૪-૦૩ થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-૦૦થી ર૩-૦૪ થી લાભ-૦-૩પ સુધી
શુભ હોરા
૬-૪૧ થી ૭-૪૦ સુધી,
૮-૩૯થી ૯-૩૮ સુધી,
૧૧-૩૬થી ૧૪-૩૩ સુધી,
૧પ-૩ર થી ૧૬-૩૧ સુધી
બ્રહ્માંડના સિતારા
જીવન અમુક દિવસ અમુક કલાકો કે મહિના ખૂબજ સારા હોય છે તો અમુક દિવસ કે કલાક કે પછી બે પાંચ મીનીટ ખૂબજ ખરાબ હોય શકે. આ સમય દરમ્યાન કોઇ સાથે ખાસ કરીને અહીં વિજાતીય મિત્રતાની વાત કરીએ તો ડીસ્કો ગરબી જેને ડીસ્કો ડાન્સ શબ્દ સારો લાગશે. ગરબી એ તો એક પવિત્ર શબ્દ છે. પણ હવે ડીસ્કો ડાન્સ કરીને ગભરૂ યુવતિઓ ફસાઇ જાય છે. ઉપર લખેલ તેમ અમુક ખરાબ સમયમાં મિત્રતા થઇ જાય છે અને વ્યકિત એમજ માને છે કે સામેનું પાત્ર તેને સાચો પ્રેમ કરે છે પણ તેવું કશું જ હોતું નથી અને પછી જીવનની અંદર બરબાદી શરૂ થઇ જાય છે. બુદ્ધિશાળી વ્યકિતઓ આવી બરબાદી વાળા મિત્રતાથી હંમેશા ખૂબજ દૂર રહે છે. તોએ પાસે રખડવાનો ભટકવાનો સમય જ નથી હોતો સતત પોતાના કામને સમય આપે છે.