Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૭-૮-ર૦ર૦,શુક્રવાર
શ્રાવણ વદ-૪,પંચક, બોરચોથ સંકષ્ટ ચતુર્થી-ચંદ્રોદય ર૧-પ૪
સૂર્ય-કર્ક
ચંદ્ર-કુંભ
મંગળ-મીન
બુધ-કર્ક
ગુરૂ-ધન
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૨ર,
સૂર્યાસ્ત-૭-ર૨
જૈન નવકારશી-૭-૧૦
ચંદ્ર રાશિ-કુંભ (ગ.સ.)
૬-પ૮થી મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-પૂર્વાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-રરથી ચલ-લાભ-અમૃત-૧૧-૧પ સુધી, ૧ર-પરથી શુભ-૧૪-૩૦ સુધી, ૧૭-૪પ થી ચલ-૧૯-રર સુધી, રર-૦૮ થી લાભ-ર૩-ર૦ સુધી
શુભ હોરા
૬-રરથી ૯-૩૭ સુધી,
૧૦-૪ર થી ૧૧-૪૭ સુધી,
૧૩-પ૭થી ૧૭-૧ર સુધી,
૧૮-૧૭થી ૧૯-રર સુધી,
બ્રહ્માંડના સિતારા
આજના દિવસે ઘણા લોકો પારંપરીક રીતે આજે વ્રત કરતા હોય છે. ઘઉંનો ત્યાગ કરીને બાજરાનો રોટલો જમવામાં લેતા હોય છે કે ઉપવાસ કરતા હોય છે. સહુએ પોતાનાની શ્રદ્ધા અને પરંપરા પ્રમાણે શાસ્ત્રો પ્રમાણે કાર્ય કરવું અને ગ્રહો સિવાય ગેબી શકિતઓને પોતે જ પ્રાર્થના ગ્રહો ઇશ્વરને માતાજીને પ્રાર્થના કરવા અને પોતાની શકિત પ્રમાણે દાનપુન કરવું જેઓ વ્રત કરતા હોય તેઓએ મગનું શાક અને બાજરાનો જ જમવામાં ઉપયોગ કરવો. ગાય-વાછરડાની પૂજા કરવાની હોય છે. જન્મ લગ્નમાં જો સૂર્ય હોય તો આવી વ્યકિત ખૂબજ મહેનતું હોય છે અને સ્વભાવ થોડો ઉગ્ર પણ હોય છે આવી વ્યકિતઓએ રોજ સૂર્ય નમસ્કાર કરવા-અનાજનું દાન કરવું અથવા જરૂરીયાત વાળી વ્યકિતને -દવા કે એવી કોઇ વસ્તુનું દાન કરવું.