Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૭-૭-ર૦૧૮ શનિવાર
જેઠ વદ-૯, પંચક ૭-૪૦ સુધી, સ્થિર યોગ સૂર્યોદયથી ૯-૪૦ સુધી, દગ્ધયોગ
સુર્યોદયથી ર૪-પ૧ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મીન
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૯
સૂર્યાસ્ત-૭-૩૩
જૈન નવકારશી-૬-પ૭
ચંદ્ર રાશિ-મીન (દ,ચ,ઝ,થ)
૭-૪૦થી મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-રેવતી
૭-૪૦થી અશ્વિની
કાર્યોનો શુભ સમય
૮-પ૦ થી શુભ-૯-૩૧ સુધી, ૧ર-પર થી ચલ-લાભ-અમૃત-૧૭-પ૪ સુધી, ૧૯-૩૪ થી લાભ ર૦-પ૪ સુધી,
શુભ હોરા
૭-૧૭ થી ૮-ર૪ સુધી, ૧૦-૩૮થી ૧૩-પ૯ સુધી, ૧પ-૦૬થી ૧૬-૧૩ સુધી, ૧૮-ર૭થી ર૧-ર૦ સુધી,
બ્રહ્માંડના સિતારા
આજના યુગમાં પૈસાને મહત્વ આપવામાં આવે છે. ધનવાન લોકોને સમાજમાં વધુ માન સન્માન મલે છે. ધન એ જરૂરી વસ્તુ છે આવશ્યક વસ્તુ છે હવે જલદીથી પૈસા બનાવવા માટે શેરબજાર કે એમસી એકસ તરફ લોકો ધ્યાન આપે છે. અહીં ગ્રહોની દૃષ્ટિએ જન્મકુંડલીમાં લક્ષ્મીયોગ બનતો હોય તો આવી વ્યકિતઓને અહીં શેર બજારથી લાભ મલી શકે છે. હવે તેમા જન્મ લગ્નથી પાંચમુ સ્થાન જેને શેર સટ્ટાનું ખાતુ કહેવાય છે તે કેવું છે તે જોવું જોઇએ. તે ઉપરાંત લોકો જુગાર-લોટરી વીલવારસાની આશા રાખતા હોય છે તો તેમાં જન્મના ગ્રહો પ્રમાણે સફળતા મલે છે તો ઘણી વ્યકિતઓ તેમાં હંમેશા નાણા ગુમાવતા રહે છે જેથી સહુ પ્રથમ પોતાના ગ્રહો ઉપરથી જાણકારી મેળવવી જોઇએ.