Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૬-૯-ર૦૧૯ શુક્રવાર
ભાદરવા સુદ-૮, દુર્ગાષ્ટમી, ધરો આઠમ, મહાલક્ષ્મી વ્રત આરંભ, રાધાષ્ટમી-વિંછુડો ર૮-પ૮ સુધી
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-સિંહ
બુધ-સિંહ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩ર,
સૂર્યાસ્ત-૭-પ૮,
જૈન નવકારશી-૭-૨૦
ચંદ્રરાશિ-વૃશ્ચિક (ન,ય)
ર૮-પ૮થી ધન (ભ,ફ.ધ,ઢ)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩ર થી ચલ-લાભ-અમૃત-૧૧-૧ર સુધી, ૧ર-૪૬થી શુભ-૧૪-૧૯ સુધી, ૧૭-ર૬થી ચલ-૧૮-પ૯ સુધી, ર૧-પર થી લાભ-ર૩-૧૯ સુધી
શુભ હોરા
૬-૩ર થી ૯-૩૯ સુધી,
૧૦-૪૧થી ૧૧-૪૩ સુધી,
૧૩-૪૮થી ૧૬-પ૪ સુધી,
૧૭-પ૭ થી ૧૮-પ૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જન્મ લગ્નથી બારમુ સ્થાન જેને સામાન્ય રીતે વ્યવસ્થાન કહેવામાં આવે છે. અહીં કયાં ગ્રહો લાભ દાયક છે તેને બદલે સામાન્ય રીતે આ સ્થાનમાં રહેલા ગ્રહો ખરાબ ફળ આપે તેવી એક માન્યતા રહેલ છે. આ સ્થાનમાં રહેલા ગ્રહો રાજયોગ જેવું ફળ પણ આપે છે. આ સ્થાનમાં રહેલા ગ્રહોનું ફળાદેશ કરવું ખૂબજ અટપટુ છે. આ સ્થાનમાં રહેલ ગ્રહો કયરેક વ્યકિતના જીવનમાં જબરજસ્ત પરિવર્તન આવે છે. જો આ સ્થાનમાં રહેલા ગ્રહોને સમજીને જીવનની ચાલ ગોઠવવામાં આવે તો જીવનમાં સરળતા અને સફળતા મલે છે. આ સ્થાનમાં રહેલા ગ્રહો તમોને લુચા અને લાલચુ ન બનાવે તેનું પણ ધ્યાન રાખવાનું જરૂરી રહે છે. લાલચુ વ્યકિત આળસુ વ્યકિત જીવનમાં ઘણુ બધુ ગુમાવી પણ શકે છે.