Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૬-૬-ર૦૧૮,બુધવાર
અધિક જેઠ વદ-૭ (૧૧-૧૬ સુધી), પંચક, કાલાષ્ટમી,
શહાદતે હઝરત અલી,
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કુંભ
મંગળ-મકર
બુધ-વૃષભ
ગુરૂ-તુલા
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૩
સૂર્યાસ્ત-૭-૨૬
જૈન નવકારશી-૬-પ૧
ચંદ્ર રાશિ- કુંભ (ગ,સ)
નક્ષત્ર-શતતારા
ર૦-ર૧ થી પૂર્વાભાદ્રપદ
કાર્યોનો શુભ સમય
૬-૦૩ થી લાભ-અમૃત-૯-રપ સુધી, ૧૧-૦પથી શુભ-૧ર-૪૬ સુધી, ૧૬-૦૭ થી ચલ-લાભ-૧૯-ર૮ સુધી,
શુભ હોરા
૬-૦૩ થી ૮-૧૮ સુધી,
૯-રપ થી ૧૦-૩ર સુધી,
૧ર-૪૬ થી ૧૬-૦૭ સુધી,
૧૭-૧૪ થી ૧૮-ર૧ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં મેળાપકમાં ફકત મંગળ છે કે કેમ તેના ઉપરથી મેળાપક કરે છે અથવા તો કોમ્પ્યુટરમાં જન્મકુંડલીઓ મેળવવામાં આવે છે પછી તેમાં દોકડા જો ૧૮ હોય અથવા તેથી વધારે હોય તો કુંડલી મલે છે તેવું નક્કી કરવામાં આવે છે. ખરેખર મેળાપક બાબત આ પદ્ધતિસાવ ખોટી છે. કારણ કે બને કુંડલીના બધા જ ગ્રહોને ધ્યાનમાં લઇને કુંડલીના બધા જ ગ્રહોને ધ્યાનમાં લઇને પછી જ મેળાપક બાબત નિર્ણયો લેવા તો ઉપરાંત પરિવારના સભ્યો બાબત પણ તપાસ કરવી જોઇએ. યુવક યુવતિના માતા પિતાનો સ્વભાવ કેવો છે. પરિવારના સભ્યોનો સ્વભાવ કેવો છે આર્થિક બાબતોને પણ ખાસ ધ્યાનમાં લેવી જોઇએ.