Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
માગસર સુદ-૯
તા.પ-૧૨-ર૦૧૯,ગુરૂવાર
કલ્પાદિ, પંચક,
બુધ વૃશ્ચિકમાં પ્રવેશ
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-કુંભ
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૩,
સૂર્યાસ્ત-૬-૦૧
જૈન નવકારશી-૮-૦૧
ચંદ્રરાશિ-કુંભ (ગ,સ),
૧૩-ર૩ થી મીન (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-પૂર્વાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૧૩ થી ૮-૩૪ સુધી, શુભ-ચોઘડીયા,ું ૧૧-૧૬ થી ચલ-લાભ-અમૃત-૧પ-ર૦ સુધી, ૧૬-૪૧ થી શુભ-અમૃત-ચલ-ર૧-ર૦ સુધી,
શુભ હોરા
૭-૧૩ થી ૮-૦૭ સુધી,૯-પપ થી ૧ર-૩૮ સુધી, ૧૩-૩ર થી ૧૪-ર૬ સુધી, ૧૬-૧૪ થી ૧૯-૦૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
દરેક વ્યકિતમાં ઇશ્વર સમાયેલ હોય છે. દરેક વ્યકિતમાં બુદ્ધિ હોય છે પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો સતકર્મ કરવું કે પછી બુદ્ધિનો ગેર ઉપયોગ કરવો તે વ્યકિતએ પોતે નક્કી કરવાનું હોય છે. ઇશ્વરે દરેક વ્યકિતને મહેનત કરવાની શકિત આપેલ છે કોઇ સારૂ કાર્ય કરવા જન્મ આપેલ છે. એકજ તારીખે એકજ સમયે ઘણા લોકો જન્મેલા હોય છે અને દરેકનું વ્યકિતત્વ અલગ અલગ હોય છે. દરેકનો દેખાવ અલગ અલગ હોય છે. જીવનમાં શુભત્વ મેળવવા શુભ કાર્યો કરવા પડે છે અને મંત્ર જાપ વડે પોતાની અંદરની ઉર્જાને બહાર કાઢવાની હોય છે. જાગૃત કરવાની હોય છે અને તે શકય પણ છે. સહુથી પહેલા માસ-મટન-દારૂ જેવી વસ્તુઓનો ત્યાગ કરવો પડે છે.