Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.પ-૪-ર૦ર૦, રવિવાર
ચૈત્ર સુદ-૧ર,
વામન બારસ, વિષ્ણુ દમતોત્સવ, રાજયોગ-૧૪-પ૭ થી ૧૯-રપ , પ્રદોષ
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-સિંહ
મંગળ-મકર
બુધ-કુંભ
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૩૭,
સૂર્યાસ્ત-૭-૦ર
જૈન નવકારશી-૭-રપ
ચંદ્રરાશિ- સિંહ (મ.ટ.)
નક્ષત્ર-મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૧૦થી ચલ-લાભ-અમૃત-૧ર-પ૦ સુધી, ૧૪-ર૩ થી શુભ-૧પ-પ૬ સુધી, ૧૯-૦ર થી શુભ-અમૃત-ચલ-ર૩-રર સુધી,
શુભ હોરા
૭-૩૯ થી ૧૦-૪૩ સુધી, ૧૧-૪૭થી ૧ર-૧૦ સુધી ૧૪-પ૪ થી ૧૮-૦૦
બ્રહ્માંડના સિતારા
લોકો જયોતિષની સાથે સાથે ખૂબજ અંધશ્રદ્ધામાં ડુબી જાય છે જેને લઇને સમય અને નાણાનો વય થાય છે. ચમત્કાર વ્યકિતએ પોતે કરવાનો હોય છે કોઇ નંગ પહેરવાથી તમારા જીવનમાં કોઇ ફેરફાર નથી જ થતાં તમારા જન્મના ગ્રહો પ્રમાણે તમારે જીવનને સમજવાનું હોય છે. તમારા નસીબ તમારી મહેનત અને તમારી ઇમાનદારી આ બધું સફળતા માટે પ્રગતિ માટે ખૂબજ જરૂરી હોય છે. જો એક વખત કોઇ નંગ કે યંત્ર જેવી વસ્તુના ભોગ બનશો તો તમારૂ જીવન બરાબાદ થઇ જશે. ઘણા લોકો શોખથી નંગ પહેરતા હોય છે પણ તે અંદરથી ટેન્સનમાં રહે છે. આપણા માનનીય વડાપ્રધાન કોઇ નંગ પેહરે છે. અમેરિકાના પ્રમુખ કોઇ નંગ કે વીંટી પહેરે છે. હવે તો અભિતાભ પણ કોઇ નંગ કે વીંટી પહેરતા નથી જયારે ધ્યાનથી જોજો રોજ સૂર્ય નમસ્કાર કરવા.