Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૪-૧૦-ર૦૧૮ ગુરૂવાર,
ભાદરવા વદ-૧૦, દશમનું શ્રાદ્ધ, ભદ્રા-૧૧-૦૧થી ર૧-૪૯,
ગુરૂ પૃષ્યામૃત સિદ્ધિ યોગ,
સૂર્યોદયથી ર૦-૪૯
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-કર્ક
મંગળ-મકર
બુધ-કન્યા
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૦, સૂર્યાસ્ત-૬-૩૧
જૈન નવકારશી-૭-ર૮
ચંદ્ર રાશિ- કર્ક (હ,દ)
નક્ષત્ર-પૃષ્ય
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૦થી શુભ-૮-૦૯ સુધી,
૧૧-૦૭થી ચલ-લાભ-અમૃત-
૧પ-૩૪ સુધી, ૧૭-૦ર થી
શુભ-અમૃત-ચલ-ર૧-૩૪ સુધી,
શુભ હોરા
૬-૪૦થી ૭-૪૦ સુધી, ૯-૩૮થી ૧ર-૩૬ સુધી, ૧૩-૩પ થી ૧૪-૩૯ સુધી, ૧૬-૩૩ થી ૧૯-૩ર સુધી
બ્રહ્માંડના સિતારા
કર્ક લગ્નમાં જન્મ થયો હોય અને જો રાશિનો માલીક ચંદ્ર બનતો હોય તો આવી વ્યકિત ખૂબજ વિચારોમાં રહે છે. જો ચંદ્ર-જન્મના લગ્નથી બારમે હોય તો કન્ફયુઝડ રહે છે જો ગુરૂની દૃષ્ટિમાં હોય તો ખૂબજ નસીબદારી વાળા યોગ બને છે. વિદેશથી લાભ બતાવે છે. આવી કૂંડલીમાં તુલાનો ગુરૂ કે કુંભનો ગુરૂ પણ લાભ દાયક રહે છે. કર્ક લગ્નમાં છઠ્ઠે રાહુ આર્થિક સ્થિતિ ખૂબજ સારી બનાવે છે જેથી આવી વ્યકિતને નાણાકીય રીતે કોઇ તકલીફો નથી આવતી કર્ક લગ્નની કુંડલીમાં જો ગુરૂ બીજા સ્થાનમાં કે ચોથા સ્થાનમાં હોય તો એજયુકેશન લાઇનમાં જોઇએ માટે સારો યોગ બતાવે છે. કોલેજમાં પ્રોફેસર તરીકે પણ સારી સફળતા મેળવે છે.