Gujarati News

Gujarati News

મંગળવારનું પંચાંગ
તા.૪-૯-ર૦૧૮ મંગળવાર
શ્રાવણ વદ-૯, નંદ મહોત્સવ, ભદ્રા-ર૮-૧૬થી
સૂર્યોદય-૬-૩૧, સૂર્યાસ્ત-૭-૦૦,
જૈન નવકારશી-૭-૧૯
ચંદ્ર રાશિ- વૃષભ (બ,વ,ઉ)
૭-૩૦થી મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર-મૃગશીષ
કાર્યોનો શુભ સમય
૯-૩૯થી ચલ-લાભ-અમૃત-૧૪-ર૦ સુધી,૧પ-પ૩થીશુભ-૧૭-ર૭ સુધી,ર૦-ર૭થી લાભ-ર૧-પ૩ સુધી,ર૩-ર૦થી શુભ-અમૃત ર-૧૩ સુધી
શુભ હોરા
૮-૩૭થી ૧૧-૪૪ સુધી, ૧ર-૪૬થી ૧૩-૪૯ સુધી, ૧પ-પ૩ થી ૧૯-૦૧ સુધી, ૧૯-પ૮થી ર૦-પ૬ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં કયારેક એવા ગ્રહોની સ્થિતિ સર્જાય છે કે ખૂબજ સમજદાર સંતાનો પોતાના કરતા નબળી બૌદ્ધિકતા ધરાવતી વ્યકિતઓ સાથે મિત્રતા કરી બેસે છે અને પછી જીવનમાં આફતો શરૂ થાય છે. યુવતિઓએ આ બાબત ખાસ તકેદારી રાખવી જયારે રાહુની સ્થિતિ કે મહાદશા ચાલતી હોય ત્યારે આવી સ્થિતિ સર્જાય છે. હલકા મનોવૃતિ વાળી વ્યકિત સાથે અફેટ થઇ જાય છે અને આવા પરિવારમાં અશાંતિ ઉભી થાય છે. અહીં ફકત ગ્રહોને દોષ ન દેવો પણ પોતાની વિચાર સરણી પણ આવી તકલીફોમાં ભાગ ભજવે છે પોતે હંમેશા પોતાના માતા પિતાની પ્રતિષ્ઠાને કોઇ જાતનો ધક્કો ન લાગે તે બાબત સતત ધ્યાનમાં લેવી જોઇએ. તો પરિપત્રમાં કે પોતાની જીંદગીમાં કદી અશાંતિ નહીં સર્જાય તે વાત નક્કી છે.